________________
એ કંપનીઓ બંધ પડી. હવે ઘડિયાળ બે વરસથી વધુ ન ચાલે એટલે દર બે વરસે નવી ખરીદવી પડે અને બે વરસ પહેલાં ખરચેલી કિંમતથી વધુ કિંમત આપવી પડે- આમ શેષણની ક્રિયા શરૂ થઈ ગઈ. - પરંતુ દૂધ, ઘી, સાકર, અનાજ વગેરે એવી વસ્તુઓ છે, જે દરેક વ્યક્તિને રોજ જોઈએ, એટલે એમાં શેષણનું ક્ષેત્ર અમર્યાદિત અને કાયમનું. મૂડીવાદને સહુ પ્રથમ હલે તે કાપડ ઉપર થયા. પણ કાપડ કરતાં પણ ઉપર લખેલી ચીજોમાં શેષણ વધુ પ્રમાણમાં અને દરરોજ થઈ શકે છે, એટલે મૂડીવાદને હુમલે ખાંડ અને ઘીના. ગૃહઉદ્યોગ ઉપર આવે.
વનસ્પતિની સામેના પ્રજાના પ્રચંડ વિરોધની અવગણના કરવામાં આવી. વનસ્પતિ ઉદ્યોગ ફૂલેફાલે તે માટે પરદેશી અને દેશી સરકારે તરફથી જેને બિલકુલ અન્યાયી અને પ્રજાદ્રોહી કહી શકાય એવી સહાય. અને રક્ષણ મળ્યાં છે અને હજી મળે છે.
વનસ્પતિ તેને માટેની પ્રથમ જરૂરિયાત. સીંગતેલને પુરવઠા સતત મળ્યા કરે માટે સીંગદાણાનું વાવેતર વધારવા સરકારે તમામ પગલાં લીધાં. શુદ્ધ ઘીનું ઉત્પાદન આ વનસ્પતિના વિકાસને રૂંધી ન શકે માટે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાએલા આપણું પશુધનની કતલ ચાલુ રાખી. વનસ્પતિની શુદ્ધ ઘીમાં ભેળસેળ ન થઈ શકે તે માટે તેને રગવાની પ્રજાની દરખાસ્ત પણ સરકારે ઉડાવી. વનસ્પતિને વપરાશ વધારવાની પ્રજાને ફરજ પડે માટે ઘઉંને વપરાશ વધારવાનાં ઝડપી પગલાં લીધાં અને એ રીતે એક કાંકરે બે પક્ષી માર્યા. ઘઉંની વપરાશ સાથે વનસ્પતિનું બજાર વધુ વિસ્તૃત બનાવ્યું. અને ઘઉંના સાંઠા પશુએ બાય નહિ એટલે લેકે લાચારીથી તેમને કસાઈઓને વેચી. નાખે, જેથી શુદ્ધ ઘી પુરવઠો ઓછો થાય.
સીંગતેલ વનસ્પતિ ઉદ્યોગને સહેલાઈથી મળી શકે માટે સીંગદાણાના વાવેતરને વિવિધ પગલાં વડે ઉત્તેજન આપ્યું. અને ખાદ્યતેલના કિપાઇનને કેન્દ્રિત બનાવી મૂડીપતિઓના હાથમાં સોંપી દીધું. આમ ધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org