________________
૫૭.
એ સંપૂર્ણ રીતે
ભણેલા લાલ બની ગયા.
જીવનપ્રણાલી ભૂલતા ગયા. તેઓ આપણા મહાન કવિઓ, વિદ્વાને વગેરેથી અનલિઝ બનતા ગયા અને પશ્ચિમના સાહિત્યકારે, પશ્ચિમના વિદ્વાને, પશ્ચિમના રાજદ્વારીઓથી પ્રભાવિત બનતા ગયા.
કોલેજમાં ગયા પછી તે તેઓ સંપૂર્ણ રીતે અંગ્રેજી ઢબના જીવનના આશક બની ગયા. એટલું જ નહિ, પિતાના અંગ્રેજી ન ભણેલા વડીલેથી સુગાવા લાગ્યા. હવે દેશમાં પ્રજા બે ભાગમાં વહેંચાઈ જવા લાગી. કેલેજમાં અંગ્રેજી કેળવણી લીધેલા પિતાને સવાઈ અંગ્રેજ માની અંગ્રેજી ન ભણેલાઓને તિરસ્કારની દષ્ટિએ જોવા લાગ્યા. વડીલે તેમના વારસદારના આચરણથી મનમાં દુઃખી થવા લાગ્યા. અને છતાં અંગ્રેજી કેળવણું જ દેશને ઊંચે લાવશે એવી ફેલાઈ ગયેલી હવાના પ્રતાપે તેમને દાનને પ્રવાહ નવી નવી કેલેજે અને નિશાળ તરફ અવિરતપણે વહેતે રહ્યો.
હવે એ દાનની પાછળ ભાવના બદલાઈ હતી. હવે નિશાળે અને કેલેજો સાથે તેમનાં નામ જોડાતાં હતાં. એટલે એ રીતે તેમની : કીર્તિની લાલસા વધવા લાગી, તેમના પૂર્વજોનાં દાન સમાજની સેવા માટેની ભાવનાથી, અનુકંપાથી, અપરિગ્રહની ભાવનાથી થતાં. હવે દાન તે એ જ ચીલાનાં હતાં પણ તેની પાછળ સમાજમાં કીર્તિ મેળવવાની, - રાજકીય ક્ષેત્રે માનમરતબો મેળવવાની કે વેપારમાં લાભ મેળવી લેવાની લાલસા હતી. - હવે મંદિરમાં ભાવિકોની ભીડ ઓછી થવા લાગી. કથાકારની આવક ઓછી થવા લાગી. માણભટ્ટોની કથાઓ બંધ પડી. રાતે ચોરા - ઉપર વડીલેની આસપાસ યુવાને ભેગા થતા, તેમના પગ દાબતા, - શરીરની ચંપી કરતા અને એમ વડલેની સેવા કરતા કરતા તેમના
આશીર્વાદ લેતા લેતા તેમના અનુભવની, તેમના કુલાચાર, તેમની જ્ઞાતિ છે અને ગામના ઈતિહાસ અને પુરાણેની વાત સાંભળતા તે બંધ થયું.
નવી ભણેલી પેઢી આ બુડથલ વડીલેની છાયાથી દૂર રહેવામાં અને રાતે કલબમાં જઈને જુગાર અને દારૂ પીને આધુનિક જીવન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org