________________
હિંદુ જીવનનું તત્વજ્ઞાન એ તમામના મૂળમાં ગાય અનિવાર્ય છે. એટલે એનું રક્ષણ અને પિષણ કરવામાં નિષ્ફળ નીવડ્યા પછી હિંદુઓ ભલે ધર્માન્તર ન કરે તે પણ તેઓને હિંદુ કહી શકાય નહિ.
કેરીને રસ ચૂસી લીધા પછી બાકી રહેલાં છાલગેટલાને કેરી કહેવાય નહિ. તેમ ગાયના રક્ષણ અને પિષણ કરવાને અશક્ત હિંદુને હિંદુ કહી શકાય નહિ. કારણ કે ગાયથી વિખૂટા પડ્યા પછી હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સાથે એને સંબંધ કપાઈ જાય, અને એની રહેણીકરણી, આચાર-વિચાર, ખાણીપીણી, તમામ ભિન્ન પ્રકારનાં બની જાય. *
મંદિરોની ઇતર પ્રવૃત્તિઓ મંદિરની બીજી પ્રવૃત્તિ સંસ્કૃત પાઠશાળાઓ ચલાવીને સંસ્કૃત ભાષાના વિદ્વાને પેદા કરવાની અને તેમના દ્વારા ધર્મને પ્રચાર ચાલુ રાખવાની હતી.
મંદિરમાં સંગીત, ચિત્રકલા, શિલ્પ, વ્યાયામ વગેરેને પણ . પ્રેત્સાહન અપાતું અને સંસ્કૃતિનાં એ અંગે સંપૂર્ણ રીતે પરદેશી સંસ્કૃતિની અસર વિનાનાં હતાં.
મંદિરોમાંથી કથાઓ અને કીતને દ્વારા પ્રજામાં ધર્મ અને સંસ્કૃતિને પ્રવાહ વહેતે રહેતે.
હિંદુ પાકશાસ્ત્ર વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાય છે. તે ત્યાં સંપૂર્ણ શુદ્ધ રીતે સચવાઈ રહેતું અને આ તમામ કાર્યોમાં અનેક કુટુંબને રેજી - મળતી. મંદિર દ્વારા મોટા બગીચા જળવાઈ રહેતા અને ભારતીય રીતે વૃક્ષારોપણ અને વૃક્ષસંવર્ધનનું જ્ઞાન જળવાઈ રહેતું. વંશપરંપરા એ જ્ઞાન ઊતરી આવતું.
અને આ તમામ પાયાનાં કાર્યો દાનવીરેનાં અઢળક દાનના કારણે - ચાલુ રહેતાં. અંગ્રેજોએ જોયું કે આ મંદિરે હિંદુ ધર્મ અને હિંદ સંસ્કૃતિના મજબૂત કિલ્લાઓ છે, માટે તે તેડવા જોઈએ.
-
ભા. ૪-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org