________________
૩૭ અને તેને શુદ્ધ સ્વરૂપમાં દરેકને મફત મળે. એ વ્યવસ્થા તેડીને તેને વેપારની ચીજ commercial commodity બનાવવામાં આવી. તેમાંથી પ્રજાનું અને પશુઓનું શોષણ કરવાના રસ્તા શોધાયા. તેમાંથી કેરીઓને જન્મ થયે અને છેવટે ડેરી ઉત્પાદક મટીને પરદેશી ડેરીઓની સેલિંગ એજન્ટ જેવી બની ગઈ.
* પરદેશી વિચારધારાએ શરમજનક
કાર્યોને ગૌરવાન્વિત બનાવ્યાં હવે ઉત્તર ગુજરાતનું દૂધ દિલ્હી જાય અને દક્ષિણ ગુજરાતનું દૂધ કલકત્તા પહોંચે તેમાં સરકાર ગૌરવ અનુભવતી હોય એમ લાગે છે. પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની કેરીઓનું તમામ દૂધ સ્થાનિક ગા-ભેંસનું છે કે પરદેશી પાઉડરનું છે તે કોઈ પૂછતું નથી. - પરદેશથી મંગાવેલા પાઉડરમાંથી દક્ષિણ ગુજરાતમાં દૂધ બનાવવામાં આવે અને તે કલકત્તા મેકલવામાં આવે તે તેનાથી વધુ શરમજનક પગલું બીજુ કર્યું હોઈ શકે?
દિલ્હી એટલે એક જમાનામાં દૂધ ઉત્પાદનનું મોટું કેન્દ્ર. તે મુંબઈને સે પૂરી પાડે. કલકત્તાને હરિયાણા ગાએ પૂરી પાડે અને હવે દિલ્હી અને કલકત્તાને ગુજરાતમાંથી પાઉડરનું દૂધ આયાત કરવું પડતું હોય તે એને અર્થ એ થયો કે હરિયાણાની ગાયનું અને દિલ્હીની ભેંસોનું સંપૂર્ણ નિકંદન નીકળી ગયું. અને પશુઓની વસ્તીના સરકારી આંકડા વિશ્વાસપાત્ર નથી. - એમ કહેવાય છે કે ૧૯૭૬-૭૭માં દૂધના પાઉડરની આયાત જે ૩૦ કરોડ ૯ લાખ રૂપિયાની હતી તે ૧૯૭૯માં વધીને એક અબજ રૂપિયાની થઈ ગઈ છે. જો આ સાચું હોય તે તે એક ખૂબ ! ચિંતાજનક બાબત છે. બે જ વરસમાં થતા પાઉડરની આયાતમાં બીજે રરર ટકાને વધારે આપણું પશુધન કેવી ઝડપથી નાશ પામી રહ્યું છે તે બતાવે છે.
૧૯૭૮માં વર્તમાનપત્રોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે વિશ્વબેંક આપણને દર વરસે અઢી અબજ (૨૫૦ કરોડો રૂપિયાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org