Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ વિરાગની મસ્તી એકદમ આંચકો ખાઈ જાય છે. એ મન વિચારે ચડે છે, “વિનાશીની મહોબ્બતમાં અવિનાશીને શિરે સીતમ ગુજરે?' વિનાશીની પ્રીતનાં સુખ કેવાં મોહક છે કે અવિનાશીને ભૂલો પાડી દે? અને ભટકતો રઝળતો છોડી મૂકે નર્યા દુઃખોથી ખદબદી ઊઠેલા ભવ-રાનમાં ! હાય! તો.... તો..... દુઃખ નહિ પણ એ પ્રીતનાં સુખ જ ત્યાજ્ય છે... એવાં સુખોના સાધનો જ ફેંકી દેવા જેવા છે. જો દુઃખ ભયંકર છે તો સુખ એથી પણ વધુ ભયંકર નથી શું? કે જે એવા ભયંકર દુઃખનું જનક છે ? તો પછી દુઃખભીરૂએ સુખભીરૂ જ બનવું જોઈએ ને? સુખને આલિંગતો, દુઃખથી નાસી છૂટવા ભલે લાખ લાખ પ્રયત્નો કરતો રહે પણ એ બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના. સુખના આશ્લેષ કરવા અને એની મોહિનીમાં છુપાયેલી દુ:ખોની કાતિલ કટારોથી વેગળા રહી જવું? અસંભવ? વિષકન્યાને આલિંગીને આનંદ માણવા જતો રાજકુમાર મોજ માણી જાય? જીવતો રહી જાય? અસંભવ ! સુખ જ ભયંકર છે' એ માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે. મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે. સુખ જ ભયંકર છે' એ વાક્ય વાક્ય જ નથી, મહાવાક્ય નથી, એ તો છે બ્રહ્મવાણી. એ છે પરમશુદ્ધ આગમવચન. સર્વ સત્યનો એ જ સારાંશ છે. તમને લાગે છે કે આજના વિજ્ઞાનવાદના ચોકઠામાં ફસાયેલા તમારા જીવનની શાન્તિ હણાઈ ગઈ છે? તમારે તમારા જીવનની આ કરુણતાભરી બરબાદીમાંથી ઊગરી જવું છે? તો.... તો રાડ પાડીને બોલી નાંખો...” સુખ જ ભયંકર છે.” રોમ રોમથી પુકાર કરો, ‘સુખ જ શાન્તિનો વિનાશક છે.” સુખ જ ભયંકર છે” એ સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ય આત્મસાત્ કરો. સુખને ભયંકર માનો, સુખથી ભાગી છૂટો, સુખના સાધનોને ‘ધૂ” કરવાની કળા શીખી લો. સુખ મળ્યું હોય તો આપી દો; મળતું હોય તો ફેંકી દો; ન મળવાની માળાનો અજપાજપ કરો. પછી?. પછી ?.... સુખ તમારી હથેળીમાં જ રમતું રહેશે. સુખથી નાસી છૂટે એને ચિત્તશાન્તિનું અપૂર્વ સુખ વળગી જ પડે છે. યાદ છે ને પેલું વાકય? happiness divided by wishes...! સુખ હંમેશ જરૂરિયાતોથી ઘટતું જાય છે પણ જેણે સુખથી અને એના સાધનોથી જ નાસભાગ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 104