Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 86
________________ વિરાગની મસ્તી ધર્મરાજે સદારામ સામે જોયું. તરત સદાગમે ઊભા થઈને અંજલિપૂર્વક નમસ્કાર કરીને ધર્મરાજને કહ્યું, “મહારાજેશ્વર! હવે કશુંય કરવાની જરૂર નથી. પરમાત્મભક્તિ પૂરજોશમાં ચાલી રહી છે. હજા ગઈ કાલે જ હું બધે ફરી આવ્યો છું. આપણું કાર્ય સત્વરે જવાબ દેશે. આપ નિશ્ચિત બની જાઓ એમ સેવક ઈચ્છે છે. વીર સૈનિકો, તમારી તલવાર મ્યાન કરો. શાંતિથી બધું જોયા કરો.' આ બાજુ મોહરાજનું સૈન્ય આવી ગયું. યુદ્ધની નૈતિક્તામાં એ સમજ્યા જ ન હતા. રાત પડે એટલે છાપો મારવો એ જ એમનો ધર્મ હતો. અને.. જ્યાં સિસોટીઓ વગાડીને છાપો મારવાની સૂચના અપાઈ ત્યાં તો મોહનું સૈન્ય સરહદ ઉપર ધસી જવા તૈયાર થઈ ગયું ! પણ આ શું? જાણે આકાશમાંથી ખણખણ... ખણખણ અવાજ કરતી બેડીઓ ઊતરી પડી અને દરેકના પગમાં જકડાઈ ગઈ! આખું ય સૈન્ય ત્યાં જ સ્થિર થઈ ગયું. કોઈ ન હાલે કે ન ચાલે! આવી કારમી અવદશા શાથી થઈ તે કોઈથી ન સમજાયું! કોણે કર્યું? કોઈને ખબર ન પડી! હવે શું કરવું? કોઈ માર્ગ ન કાઢી શક્યું! સહુ ગભરાઈ ગયા! બધાની છાતીના ધબકારા વધી ગયા! દરેકને આંખ સામે મોત દેખાવા લાગ્યું! બધાની જિંદગી એક જ રાત જેટલી બાકી હતી એમ સહુએ માની લીધું ! સવાર પડશે કે આ રણભૂમિમાં જ આપણાં ધડ-મસ્તક રગદોળાશે. અહીં લોહીની નદીઓ વહેતી થશે. કોઈને ય માર્યા વિના મરવાનું. કેવું કાયર મોત! સવાર પડી. ધર્મરાજ અને સદાગમ આવ્યા. તેમની પાછળ નગરના હજારો લોકો હતા. સૈન્યની અવદશા જોઈને લોકો તો આશ્ચર્યમુગ્ધ ભાવે નીરખી જ રહ્યા. ધર્મરાજે રાગકેસરીને પૂછ્યું, “કેમ સેનાપતિજી! જોઈ લીધું ને તમારું બળ! સદાગમ, આ બધાયને આ જ સ્થિતિમાં અહીં પડી રહેવા દો. થોડા સમય બાદ આપણે જાહેરમાં એમનો વિચાર કરીશું. આવા દુષ્ટ માણસો ઉપર દયા તો બતાડી શકાય જ નહિ!'' ધર્મરાજનો જયજયકાર થયો! સંસારીજીવની ચિત્તવૃત્તિમાં ફરી બીજનું વાવેતર થઈ ગયું! સહુ પોતપોતાના સ્થાને વિદાય થયા. રાત પડી! મધરાત થઈ! પચાસ બુકાનીધારીઓ દબાતે પગલે ધર્મરાજની સરહદ પાસે આવ્યા! મોહરાજને નમ્યા! કશોક ગણગણાટ થયો! અને ઘડીના ય વિલંબ વિના સમગ્ર સૈન્યની બેડીઓ તોડવાનું કાર્ય આરંભાઈ ગયું ! મોહરાજ, રાગકેસરી અને દ્વેષગજેન્દ્રની બેડીઓ તૂટતાં જ તેઓ ઊભા થઈ ગયા! ક્રોધના

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104