Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ ૯૮ વિરાગની મસ્તી [૧૫] દા’ ઊભા થયા. બધા ય ઊભા થઈ ગયા. ધીરે ધીરે સહુ વીખરાવા લાગ્યા. દરેકના મુખ ઉપર આજે અનોખું તેજ જણાતું હતું. સિદ્ધાર્થે કપિલને કહ્યું, “મને પહેલેથી જ લાગ્યું હતું કે આજની ધર્મસભા એ આપણા જીવનની યાદગાર સભા હશે.'' કપિલ બોલ્યો, ‘‘મિત્ર, મને તો આજે સંસારના રંગરાગથી ભારે નફરત વછૂટી છે. હવે તો એમ જ થાય છે કે આ સુખનું જીવલેણ અજ્ઞાન ટળી દઈને જીવનને વિરાગમય બનાવી દઉં’’ જિનદાસે કહ્યું, “હું તો આજે જ માતાપિતાને પગે પડીને વિનંતી કરવાનો છું કે મને વીતરાગ સર્વજ્ઞના સંતોના માર્ગે મંગળ પ્રયાણ કરવાની આશિષ આપો.'' ગૌતમ બોલ્યો, ‘‘બસ, બસ, સો વાતની એક વાત. આ સંસારમાં રંગરાગમાં દેવાળું કાઢવાનું છે. કદાચ સંત ન બનાય તો ય વિરાગી બન્યા વિના હવે સુખાનુભૂતિ સંભવિત જ નથી.’’ શંકર બોલ્યો, ‘આજે જ સમજાયું કે આ જગત જેવું દેખાય છે તેવું તો નથી જ. જેને આપણે સુંદર માનીએ છીએ તે જ વધુમાં વધુ અસુંદર છે.’’ જીવી ડોશી બોલ્યાં, ‘હવે તો બે પાંચ વરસ જ કાઢવાનાં છે. તેમાં સંસારની બધી માયા મન ઉપરથી ઉતારી નાંખવી છે. અને ભગવાનનાં ભજનિયાં જ ગાવાં છે, બીજી કશી વાત કોઈ સાથે ક૨વી નથી. નહિ તો શી ખબર મરીને હંસલો કૂતરાના ખોળીયે જશે કે કસાઈના પાડાના. ગંગેશે કહ્યું, ‘“જડ પ્રત્યેના રાગના પાપે કેટલીએ વાર જીવ જેવા જીવ ઉપરઆપણા મિત્ર ઉ૫૨-આપણે દ્વેષ કર્યા! કેટલાય જીવોના વિશ્વાસઘાત કર્યા! નિરાધાર જીવોના ઘાત કર્યા! આજથી જ ચિનગારી ચાંપું એ જડ રાગમાં અને મંગળમય મૈત્રી સાધું સર્વ જીવ સાથે.'' મંદ મંદ ગતિએ ચાલ્યા જતા દા'ના કાને બધું ય અથડાતું જતું હતું. એમનું મુખ સ્મિત વેરતું હતું. જીવનનું એક શ્રેષ્ઠ સુકૃત બજાવ્યાનો સંતોષ એમના

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104