Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 97
________________ વિરાગની મસ્તી છે ? માયા. કોઈ એમનો શત્રુ નહિ; સહુ એમના મિત્ર. સહુના કલ્યાણની એ ચિંતા કરે. કોઈને મનથી મારવાનો કે દુભવવાનો વિચાર સુધ્ધાં ન કરે. વિશ્વના રંગરાગના સ્વરૂપની ક્ષણિકતા જેની નજરે ચડી જાય એને એ રંગરાગ શું ગમે? વિશ્વના આડંબરોમાં જેને આત્માના ભાવમૃત્યુની પરંપરા દેખાય તે સંત એ આડંબરો તરફ શેના આકર્ષાય? જેને રોષમાં ભભકતી આગ દેખાય, માયામાં ફૂંફાડા મારતી નાગણ દેખાય, માનમાં ભીમકાય પિશાચ દેખાય, એ સંતે ગમે તેવા પ્રસંગમાં પણ ક્રોધ, માન, માયા, લોભની શરણાગતિ કેમ સ્વીકારે ? એને મન તો તુચ્છ તણખલું અને મોંઘેરો મણિ બે ય સમાન; પોતાની જાત અને જગત બે ય સમાન; રૂપ અને અરૂપ બે ય સમાન. પરમાત્માની ભક્તિમાં એ એકતાન રહે, જગતના સ્વરૂપચિંતનમાં એ મસ્તાન રહે, આંતરશુદ્ધિના પ્રયોગમાં ગુલતાન બને. આપણી માનેલી દુનિયાથી એ સદેવ વિરકત રહે. એની નજરે લાખો ભવોની પરલોક પરંપરા છે. પૂર્વ જન્મોનાં સંચિત કર્મોને ખતમ કરી નાંખવાનું કર્તવ્ય શિરે રહેલું છે. પાપ વાસનાઓની ગુલામીમાંથી મુક્ત થઈને જીવનને વિશુદ્ધ બનાવવાની કઠોર સાધના કરવાની છે. એને સમય જ નથી આ રંગરાગ માણવાનો! એ અવધૂત જોતા જ નથી સુખ ઈંટ મટોડામાં અને રાખની ઢગલીઓમાં! મિત્રો, આજે આપણે બધા દૃઢ સંકલ્પ કરીએ કે આપણે સંત ન બનીએ તો ય એ સંતોના સેવક તો જરૂર બનીએ. એ સંતોની ઉત્કટ વિરાગ ભાવનાનો એકાદો અંશ પણ જીવનમાં ઉતારીને વિરાગની મસ્તીનો વાસ્તવિક અનુભવ કરીએ. જગતના સઘળા પદાર્થો નાશવંત છે, ક્ષણભંગુર છે, આત્મા નિત્ય છે એ વાત સતત ગોગા કરીશું તો આપણો સંકલ્પ એક દી' જરૂર પાર ઊતરશે. ચાલો ત્યારે, હવે આપણે ઊઠીએ. વળી ક્યારેક સંતોના સત્ની વાતો કરીશ. ભગવાન સ્થૂલભદ્રની અનાસક્તિ યોગની સાધના કહીશ; ભક્ત સૂરદાસની ભગવદ્ભક્તિ કહીશ, ગોપીચંદ ભર્તુહરિની માનાશંસાને દફનાવવા માટેની અજબગજબની કળા કહીશ; પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની ઘોર સાધના કહીશ. મિત્રો, વિરાગની વાતો સાંભળતાં જો આટલો આનંદ અનુભવી શક્યા છો તો વિરાગની મસ્તી માણતા એ સંતોના જીવન કેટલાં આનંદભરપૂર હશે એની કલ્પના પણ કરી શકાય તેમ નથી.”

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104