Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 102
________________ ૧૦૨ વિરાગની મસ્તી સિદ્ધાર્થ બોલ્યો, “હવે ધર્મસભા ક્યારે ભરાશે? બસ, સદાને માટે એ મસ્તી મરી પરવારી? હાય! કોને ખબર હતી કે કાલની ધર્મસભા એ છેલ્લી ધર્મસભા હતી? ઓ! દા” તમે આ શું કર્યું! સહુને અનાથ દશામાં રોતા કકળતા મૂકીને તમે ક્યાં... ચા...લ્યા... ગ... યા....!' કહેતો એકદમ જોરથી રડી પડ્યો. જે દા'ના પ્રાંગણમાં બાળકો દોડાદોડી કરતાં તે પ્રાંગણમાં આજે રડારોળ મચી હતી... જ્યાં વિશાળ દાઢીવાળા દા”ની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ત્યાં આજે દા'નો પડછાયો પણ જોવા મળતો નથી! એ ઘોડો અને એ ગાય! બન્નેએ આજે ચારો સૂંઘીને જ તરછોડી દીધો છે! બે ય ફફફ ફફક આંસુ સારી રહ્યા છે ! પેલું આસોપાલવ પણ જાણે આજે સાવ નંખાઈ કરમાઈ ગયું લાગતું હતું! થોડી વાર થઈ. મુખી ભાનમાં આવ્યા. ધીમે રહીને બેઠા થયા. ચારે બાજુ એક ઉદાસ નજર નાંખતા બોલ્યા, “મિત્રો, ખરેખર! દા' ગયા? હજી સમજાતું નથી. પણ હવે એ કડવા સત્યને સ્વીકાર્યું જ છૂટકો છે. વિમળશેઠનો વિરહ દા'ને અસહ્ય બન્યો હતો એ હકીકત છે. માત્ર આપણી ઉપર છાઈ ગયેલી ઘેરા શોકની વાદળીને વીખેરી નાંખવા માટે જ આપણી વચ્ચે રહ્યા હતા. ગઈ રાત્રિએ એમણે આપણને અદ્ભુત તત્ત્વજ્ઞાન આપ્યું. આ જગતની વિનાશિતા સમજાવી. આપણા શોકનો ભાર હળવો કરી દઈને પોતાનું કર્તવ્ય બજાવી લીધું. અને.. આજે વહેલી સવારે એ ચાલી ગયા... આપણને સહુને મૂકીને ચાલી ગયા. ક્યાં હશે દા'?- આપણા પ્રાણસમા દા' વનમાં ફરતા હશે કે પછી અંતિમ સમાધિમાં લીન થયા હશે? શું આત્મહત્યા તો નહિ જ કરી હોય ને? ના... ના... દા' જેવા તત્ત્વજ્ઞાની મહાત્મા માટે એ સંભવિત જ નથી. ખેર.... દા” ગયા તો ભલે ગયા. પણ.... હવે મને આ સુવર્ણગઢનું ભાવિ જરાય સારું દેખાતું નથી. આ ગામના ગઢ સમા એ બે જ હતા. વિમળશેઠ અને જીવરામ દા'... બેય ગઢ તૂટી ગયા. સુવર્ણગઢ હવે કાંકરીઓ ગઢ બન્યો. મિત્રો, મને બીજા તો કોઈ આક્રમણની દહેશત નથી. ધાડપાડુઓનો તો હું કાળ છું! ચોરો તો મારી પાસે ઊભા પણ રહી ન શકે. મને તો ભય છે પેલા સુધારાવાદીઓનો. હવે એ ધોળાદહાડાના સફેદ ઠગો

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104