Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 103
________________ વિરાગની મસ્તી ૧૦૩ આ ગામ ઉપર તૂટી પડશે ! એ લોકો આ ગામમાં નિશાળ નાંખશે, આપણા છોકરાછોકરીને ભેગા બેસાડીને નવા જમાનાની વાતો સંભળાવશે; નિશાળનો માસ્તર નજદીકના શહે૨માં આપણા બાળકોને સિનેમા જોવા લઈ જશે અને એમના જીવન ધીમે ધીમે વિલાસના પંથે ધકેલાઈ જશે. પેલી ‘મિતા’ જેવી સો સો મિતાઓ આપણા ગામમાં પાકશે... અને... એ શહેરીઓ સહકારી મંડળીઓની સ્થાપના કરશે. કાયદાઓની જાળો બિછાવશે. લોકોને લાંચરુશ્વતખોરીના પાપથી અભડાવશે. હવે લાઈટો આવશે. આપણી મજેની ઊંઘ હરામ થઈ જશે. હવે કારખાનાઓ નંખાશે... એના ધુમાડા ખાઈને જીવવાના દી' મને તો હવે દૂર દેખાતા નથી... હવે આપણો બાળ, ખેડુ મટીને કારખાનાનો કામદાર બનશે. વસતિ વધશે. મોંઘવારી પણ વધશે. પૈસા પૈસા માટે રગડા-ઝઘડા થશે. આપણી બહેનો ઘ૨ની ગૃહિણી મટીને એ કારખાનાની નોકરડી બનશે. એના કપડા બદલાશે. એની બોલી ફરી જશે. સહુની જરૂરિયાત વધશે, બધાય પોતપોતાની સગવડો માંગશે. દરેકના અંતરમાં વિલાસી જીવનની ભયાનક હુતાશણીઓ પ્રગટશે ! દા' ગયા... પણ મને તો સાથે સાથે આપણું બધું સુખ જતું લાગે છે! આપણી બધી શાન્તિ હરાઈ જતી દેખાય છે. રે! વિધાતા, તારાથી ય શું ન ખમાયાં અમ ગામડીઆનાં સુખ અને શાન્તિ! મિત્રો! મારા કાને તો પેલા ધોળા જાકીટવાળા શહેરીઓની મોટરના ભૂંગળાના અવાજના ભણકારા વાગે છે. દા' ગયા! મોટો હિમાલય ખસી ગયો! હવે તો એ પેટભરાઓ અને પટારાભરાઓ આવ્યા જ સમજજો. એમની ધનતૃષ્ણાની આગના ભડકા આ નિર્દોષ ગામની ચોમેર દેખાયા જ સમજો. કાવાદાવા ખેલવામાં એમની બુદ્ધિ જરાય પાછી પડે તેવી નથી. હૃદય જેવી તો કોઈ વસ્તુ જ એમના શરીરમાં અસ્તિત્વ ધરાવતી નથી. મિત્રો, મને તો અનુભવ છે આ માણસોનો. હવે એક જ મુક્કી મારીને ભેદી નાંખશે આ કાંકરિયો ગઢ!''

Loading...

Page Navigation
1 ... 101 102 103 104