Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 91
________________ વિરાગની મસ્તી છે. તેથી જ એક પણ જીવને દુભાવવાની પ્રવૃત્તિથી હંમેશા દૂર રહે છે. તેઓ આપણી જેમ “સ્વ” એટલે શરીર નથી માનતા, કિન્તુ શરીરમાં રહેલાં આત્માને જ “સ્વ” માને છે. શરીર તો બળીને ખાખ થનારી ચીજ. ન બળનારી, ન દાઝનારી, કદી નાશ ન પામનારી વસ્તુ તે આત્મા! કોની સેવા કરવી? કોના ઉપર રાગ કરવો? બળીને ખાખ થનાર શરીર ઉપર? તેને જ “સ્વ” માની લેવાની ભૂલ કરીને બિચારા આત્માને ભવોભવ સુધી ભમાવવો ? આ સંતો પતિ-પુત્રના ભોગના સુખને સુખ નથી કહેતા પરંતુ એમના ત્યાગમાં જ સુખ અનુભવે છે. આપણે જેને ભોગવીને સુખ માણીએ તેને જ તેઓ ત્યાગીને સુખ માણે. ત્યાગ જ તેમનો ભોગ બની રહે છે.” શંકર બોલ્યો, “ગુરુદેવ! ધર્મ એટલે શું? ધર્મ એટલે સદાચાર, વિચાર, સદુચ્ચાર. એમાં જેટલી માત્રા વધે તેટલો ધર્મ ઊંચી કોટિનો કહેવાય. દુનિયામાં જે કંજૂસ હોય છે, વ્યભિચારી હોય છે, ખાઉધરો હોય છે કે બધાયનું બૂરું ચિંતવનારો હોય છે, તે કોઈનેય ગમે છે ખરો? અને જે ઉદાર વૃત્તિવાળો હોય છે, પરસ્ત્રી સામે જોતો નથી, મિતાહારી હોય છે અને સર્વના શુભની ચિંતા કરે છે તે બધાયને કેટલો પ્રિય થઈ પડે છે, કહે જોઉં?'' કપિલે કહ્યું, “પ્રભો! એ વાત તદ્દન સાચી છે. તો પછી દુનિયાને પણ ધર્મ જ ગમે છે, અધર્મ નથી ગમતો એ વાત નક્કી થઈ ને?” “હા, બેટા.” દા” બોલ્યા. “હવે આ બધા ધર્મોને વિકસાવવા માટે ભગવદ્ભક્તિ ગુણીજનસેવા વગેરે યોજવામાં આવ્યા છે. એટલે તે પણ આપણા માટે જરૂરી બને છે. વળી ધર્મથી માણસને જે તત્ત્વમાન પ્રાપ્ત થાય છે તેથી ગમે તેવા દુઃખમાં ય તે શાંતિથી રહી શકે છે. કદી રોતો નથી. કોઈ પાસે હાથ લંબાવતો નથી. આ ધર્મી માણસ આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે. ભારતની ભૂમિ ઉપર થઈ ગયેલા એવા ધર્માત્માઓનાં જીવન તો એ જ જીવ્યા કહેવાય જેમણે જીવનમાં સદાચારના શ્રેષ્ઠતમ ધર્મને તાણાવાણાની જેમ વણી લીધો હોય. સંસારની મોહમાયામાં ફસાયા વિના અભુત આત્મમસ્તીનો યોગ સાધ્યો હોય. ગમે તેવા ટાઢ તડકાને પણ જેઓ જીરવી લઈને કોઈપણ જાતની પરાધીનતા ભોગવતા ન હોય. આપણે તો ડગલે ને પગલે પરાધીન! તરસ લાગે તો પાણીની જરૂર! માંદા પડ્યા તો ડોક્ટરને ત્યાં દોડાદોડ! ધંધામાં વાંધા પડ્યા તો વકિલની ઓફિસના ધક્કા! આપણી પરાધીનતાનો તે કોઈ સુમાર છે?' જિનદાસ બોલ્યો, “પ્રભો! સંતોમાં ટાઢ-તડકો, ભૂખ-તરસ, બધું વેઠવાની

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104