Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ વિરાગની મસ્તી મને કે કમને તેને વધાવી લેવો પડે એ આત્માની અનંત શક્તિનું અપમાન નથી? ૧૮ વર્ષની કન્યા બધી રીતે યોગ્ય હોય પરંતુ એના કજિયાળા સ્વભાવથી એ સર્વને અપ્રિય થઈ પડી હોય, સહુ એને ફિટકારતા હોય અને ઉંમર વધતી જતી હોય... એ વિષમ દશાઓનું સર્જન એની માતાને અકળાવનારું ન બને? કોણે આ વેળા માતાના મનમાં એવી ભાવના ઉત્પન્ન કરી કે, “આ કરતાં તો પેટે પથ્થર પાક્યો હોત તો સારું હતું !' આશાભર્યો ખેડૂત કારમી મજુરી કરીને ખેતરને ખેડી નાંખે, વાવણી માટે તૈયાર કરી દે. અષાઢ ગયો! ભાદરવો ય ગયો! પણ વરસાદનું ટીપું ય ભાળવા ન મળ્યું! ઢોરો ભૂખે મરવા લાગ્યાં! ખેડૂતોને ય ભૂખે મરવાનો દી' નજદીક લાગ્યો! શું ખેડૂતોના પ્રયત્નમાં ખામી છે? નહિ જ. છતાં એ કરુણ સ્થિતિ કોણે સર્જી માણસ કદી ઈચ્છતો નથી કે એ દુઃખી થાય પણ જીવનમાં એકાએક અણધારી આફતો ત્રાટકે છે. અણધાર્યા અકસ્માતો સર્જાય છે. અરે! જીવન પોતે જ અકસ્માત છે. આપણે શી રીતે આ દુનિયામાં જીવી શકીએ છીએ એ જ આજની દુનિયાનું આશ્ચર્ય છે. દુઃખ ન ઈચ્છવા છતાં બેશરમ બનીને વણનોતર્યા આવતાં જ રહે અને સુખને કરગરીને બોલાવવા છતાં ય સ્વમાનભેર દૂર જ ઊભા રહે! આ અનુભૂત સત્ય ઉપર થોડો વિચાર કરીશું તો આપણને જણાઈ આવશે કે આપણે કોઈના ગુલામ છીએ. આપણું ધાર્યું કશું ય થઈ શકે તેમ નથી! જેને આપણું જ માની લીધું છે તે શરીર પણ આપણું રહેતું નથી તો બીજાની તો વાત જ ક્યાંથી કરવી? છતાં ય પરાધીનતાના અજ્ઞાને જ આ જીવનને રવાડે ચડાવ્યું છે. બેટા જિનદાસ, કહે જો કે આ બધી પરાધીનતા કોણે આણી મૂકી છે? એવી તે કઈ સત્તા છે, જે સમગ્ર વિશ્વને પોતાનું ગુલામ બનાવીને ત્રાસનો કોરડો વીંઝયા જ કરે છે.” જિનદાસે કહ્યું, “ગુરુદેવ! કર્મસત્તા.” દા” બોલ્યા, “હા. અને વધારે તો તે કર્મસત્તાને જન્મ આપતા- આપણે જ ઊભા કરેલા-અશુભ આચાર-વિચાર. સંસારના રંગમાં લપેટાઈ જવાથી જે તીવ્ર રાગ-રોષ ઊભા થાય એણે જ આત્મા ઉપર કર્મસત્તાને સ્થાન આપ્યું અને પછી એ કર્મના આપણે ગુલામ બન્યા.” કપિલ બોલ્યો, “પણ ગુરુદેવ! આપણે એકલા દુઃખને જ અનુભવતા નથી ગુરુદેવે કહ્યું, “ભાઈ, એ કર્મો જે સુખ આપે છે તેમાંય કાંઈ માલ નથી. આપણને

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104