Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 84
________________ ૮૪ વિરાગની મસ્તી આ લો, આજે તમને એક અદ્ભુત વસ્ત્ર આપું છું. તેના ટુકડા કરી લઈને બધાએ પોતાના નાક-મોં બાંધી દેવાં. આવી રીતે બુકાની બાંધીને ત્યાં જશો તો તમારી બધી મુશ્કેલીનું નિવારણ થઈ જશે. ભલે હાલતુરત ધર્મરાજની રાજધાની સુધી ન જવાય; કિન્તુ તેની તળેટીના મેદાનમાં જઈને જેટલાં બને તેટલાં બીજ, થડ ઉખેડી નાંખો જેથી તેના ફળોની સુગંધનો નવો વધારો ન થાય. જાઓ મારા વહાલા સુભટો! જરા ય ગભરાશો નહિ. અંતિમ વિજય તમારો જ છે.'' સમયપારખુ મોહરાજે સુભટોની પીઠ થાબડી. આશિષ આપી. પાણીદાર ઘોડાઓ હણહણાટ કરવા લાગ્યા. વીરહાક કરતા, મોહરાજની જય બોલાવતા સુભટો સરહદની નજીકમાં આવી ગયા. ત્યાં જ પડાવ નાંખ્યો. રાત્રિ પડી. શત્રુપ્રદેશ ઉપર છાપો માર્યો. મોઢે બુકાનીઓ બાંધી હતી એટલે પેલી ગંધ એમને ઝાઝી અસર પહોંચાડી શકી નહિ. ધર્મરાજના ચોકીદારોને ખૂબ માર મારીને અધમૂઆ કરી નાંખ્યા. સેંકડો બીજ ઉખેડી નાંખ્યાં. કેટલાય થડ તોડી પાડ્યાં. સવાર પડતાં પડતાં તો પાછા પોતાની છાવણીમાં આવી ગયા. મોહરાજે દરેકને શાબાશી આપી. ભારે ઈનામોની વહેંચણી કરી. પુષ્કળ ધનધાન્ય આપ્યું. ‘મહાવીર’, ‘શૂરવીર’, ‘પરાક્રમ-વીર', વગેરે ઈલ્કાબો એનાયત કર્યા. આ કદરથી સુભટોને પણ ખૂબ પાણી ચડ્યું. એમનો ાસ્સો ઘણો વધી ગયો. સવારના પહોરમાં ધર્મરાજને ખબર મળ્યા કે રાતે ધાડપાડુઓની મોટી ફોજ ઊતરી પડી હતી અને પુષ્કળ નુકસાન કરીને ચાલી ગઈ છે. ધર્મરાજ ચિંતાતુર બની ગયા. પોતાના પ્રિય મંત્રી સદાગમને બોલાવ્યો. સદાગમ આવ્યો. ધર્મરાજે કહ્યું, “સદાગમ! તું બધી રીતે બાહોશ છતાં આ શું બની રહ્યું છે ? મોહનું સૈન્ય આ રીતે આપણને ધમરોળી નાંખે તે કેમ ચાલે ? આપણા સિંહબળ પાસે એ બકરી છે તેમ છતાં આજે આ શું આશ્ચર્ય? સદાગમ! તું ભારે ભેજાબાજ કહેવાય, ખેપાની કહેવાય, બળ અને કળ બેય વિદ્યાનો પરગામી કહેવાય અને આ શું? મને તો કશી સમજણ પડતી નથી. શું કોઈ ઉપાય નથી આ લૂંટારાઓને મહાત કરવાનો ? તને જોઈએ તેટલું સૈન્ય આપું પણ એકવાર તું એમને જે૨ ક૨.’’ સદાગમે કહ્યું, “મહારાજ, આપ ચિંતા ન કરો, આ દુષ્ટોની લડવાની અધમ નીતિ, બળથી મહાત કરી શકાય તેમ નથી. જેને યુદ્ધના નીતિનિયમો પાળવા નથી, એ તો ગમે તેવી નીચ નીતિ અપનાવે. તે વખતે શું આપણે ય તેના જેવા થવું? નહિ જ. આપણા કુલવટને જે છાજે નહિ તેવું કશું ય આપણાથી ન થાય.'' ધર્મરાજ બોલ્યા, ‘‘તો હવે કરવું શું?''

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104