Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ વિરાગની મસ્તી આવેશમાં દાંત પીસવા લાગ્યા અને હાથ મસળવા લાગ્યા! બધા છૂટી ગયા. જીવ લઈ નાઠા. મોહરાજે રાતોરાત સહુને ભેગા કર્યા. - સિદ્ધાર્થ બોલી ઊઠ્યો, “મોહરાજ પણ કેટલો અવળચંડો છે! હા માર ખાવાનો થયો લાગે છે! ઘો મરવાનો થાય ત્યારે વાઘરીવાડે જાય! લટકી ડોશી બોલ્યાં, “અલ્યા સિદ્ધાર્થ, વચ્ચે શું કામ ટપકી પડે છે? સાંભળને હવે સાંભળતો હોય તો. બધાનો રસ બગાડે છે નકામો !” વાત આગળ વધી. મોહરાજે કહ્યું, “મારા પ્યારા વીર સૈનિકો! પરાજયથી ગભરાઈ જવાની કશી જરૂર નથી એક વાર પરાજય, બીજી વાર પરાજય. અરે! છ વાર પરાજય. પણ સાતમીવાર તો આપણો જ વિજય છે. પડ્યો તે હંમેશને માટે પડ્યો રહેતો નથી. આથમ્યો સૂરજ હંમેશ માટે આથમી જતો નથી. અમાવાસ્યાએ ક્ષીણ થઈ ગયેલો ચંદ્ર પણ પુરુષાર્થ બળથી ધીરે ધીરે ફરી પોતાની સોળે કળાએ ખીલી ઊઠે છે, એટલે આપણે પણ હિંમત હારીને નાસીપાસ થઈ જવાની કશી જરૂર નથી. વીર સુભટ તરીકે જેને અભિમાન છે એ તો વેર-પિપાસા શાંત કર્યા વિના જંપીને બેસી શકતો જ નથી. સૂર્ય પણ રાતે છુપાઈ રહીને અવસર આવતાં જ વિરાટ અંધકારને ચીરી નાંખે છે અને વિશ્વ ઉપર ફરી પોતાનું સામ્રાજ્ય બિછાવી દે છે, આપણે પણ વેરશુદ્ધિ કર્યા વિના સુખે સૂઈ પણ કેમ શકીએ?” રાગકેસરી બોલ્યો, “મહારાજ! આપની વાત અક્ષરશઃ સાચી છે. અમને પણ આ પરાજય રોમરોમમાં શૂળની જેમ ભોંકાય છે પણ હવે કરવું શું? ત્યાં જઈએ તો પગમાં બેડી પડે છે; અમારી સઘળી તાકાત નિષ્ફળ જાય છે !' મોહરાજ બોલ્યા, “વીર રાગકેસરી'' તમારી વાત તદ્દન સાચી છે. મેં પણ વિકટ પરિસ્થિતિનો વિચાર કરી લીધો છે અને તેથી અહીં જ રહીને એક ઉપાય કરવાનો નિશ્ચય કર્યો છે. જેથી ધર્મરાજનો સંપૂર્ણ વિનાશ થાય. એ છે અભિચાર મંત્રનો જાપ. આપણે બધાએ સ્મશાનમાં અંધારી રાતે જવાનું છે. કાળાં વસ્ત્રો પહેરીને એ અભિચાર મંત્ર જપવાનો છે. તે પછી દરેકે પોતાના શરીરને કાપીને તેમાંથી માંસના લોચા ખેંચી કાઢીને હોમમાં બલી તરીકે નાંખવાના છે. પ્રેતપિશાચોને આ ભોગનો પ્રસાદ ન ધરીએ તો તેઓ પ્રસન્ન થાય નહિ. કહો, મારા વહાલા સુભટો તમે બધા તૈયાર છો ને?” સહુ એકઅવાજે બોલી ઊઠ્યા, “રે! અમારા શત્રુના વિનાશ માટે આખા દેહનું બલિદાન દેવા પણ તૈયાર છીએ. અમારું સર્વસ્વ લઈ જાઓ પણ બદલામાં શત્રુનો

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104