Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ ૫૪ વિરાગની મસ્તી ખાતર પાછી જા.. જીવતો નર ભદ્રા પામે.” ધૂળના ગોટા એની આંખોમાં ભરાઈ જતા... એને આગળ વધવાનો માર્ગ અંધારિયો કરી દેતા.... “રે ચંપાડી, આ શું ધાર્યું છે તેં! હટું, પાછી ફર... નથી ખમાતું અમારાથી પથ્થરને ય પાણી કરી દે તેવું તારા બાળકોનું એ છાતી ફાટ રૂદન! રે! તું તે માં છે કે જીવતી ડાકણ!” મૂંગા બાળ પશુઓની ચીચીયારીઓ ચંપાને જાણે કહેતી, “ઓ માં! અમારા બાળમિત્રોને તું કાં છોડી જાય! કાલે અમારી માતાઓ પણ તારાં પગલે ચાલશે તો !' પ્રકૃતિ મૈયાં જાણે વિધવિધ સ્વરૂપે ચંપાને પાછા ફરી જવાનું જણાવતી હતી. પણ ચંપા અડોલ હતી. આજે એ અબળાના હૃદયમાં શેતાને પ્રવેશ કર્યો હતો. ફાટફાટ વહી રહેલા વાયરાને ધક્કો દઈને એ આગળ વધી રહી હતી. એનું મુખ જાણે બોલી રહ્યું હતું. ‘ભાઈ પવન, હવે છેલ્લી પળે આડો કાં આવે! મારા જ પાપે બાળકોને ભૂખમરો જોવાનો સમો આવ્યો છે. મને જવા દે.... પછી તો એના હજાર માત-પિતા, મને ઢંઢોળવા દે એ ધનાઢ્યોને! મારો ભોગ દેવાથી પણ જો એમની કુંભકર્ણ-નિદ્રા દૂર થઈ જતી હોય તો એ મૃત્યુ તો મારે મન મંગળ મહોત્સવ બની રહે છે.” ધૂળની ડમરીઓને ય જાણે ચંપા મૂંગી ભાષામાં કહી રહી હતી, “બહેનો! ભલે તમે ય આવી.. પણ હવે મારા બાળકોને મેં એમના ભાગ્ય ઉપર છોડી દીધા છે! જે બનવાનું હશે તે બનશે; હું તો હવે હિંમત હારી ગઈ છું. હું ખૂબ થાકી ગઈ છું. મારે રોટલો ય નથી જોઈતો, મને ઓટલો ય નથી ખપતો... મારે તો જોઈએ છે ચિરનિદ્રા! એવા સ્થાને જવું છે જ્યાં મને કોઈ ઉઠાડે નહિ; જ્યાં હું કદી જાગું નહિ.” બાળ-પશુઓના ચિત્કારને ય જવાબ દેતું ચંપાનું મોં જાણે કહેતું હતું, “હવે કોઈ રડશો મા! હું માં છું; માત્ર મારા બાળકોની નહિ; જીવમાત્રની! પણ આજે મેં માતૃત્વ ખોયું છે... માં તરીકે જીવવાનો મને કોઈ અધિકાર નથી. બાળકો, સહુ આનંદથી રહેજો.... તમારી માતાઓની ગોદમાં ખીલખીલાટ કરજો. મારી તમને છેલ્લી આશિષ છે.” અને... થોડી વારમાં નિસાસા નાંખતી મૈયા-પ્રકૃતિ શાન્ત થવા લાગી. એને ય થયું, “શું કરવું? મારું ય કાંઈ ન ચાલ્યું! આ ચંપાનું કેવું ઘોર અજ્ઞાન છે કે

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104