Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ વિરાગની મસ્તી ૬૫ [૧૦] રોજ સાંજ પડે છે. નિત્યક્રમ મુજબ રોજ ધર્મસભામાં બધા માણસો આવે છે. દા' પણ આવે છે પણ કશુંય બોલતા નથી. બોલવા માટે જીભ ઉપાડે છે, પણ ત્યાં જ ગળે ડૂમો ભરાઈ જાય છે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. સહુ કરતાં વધુ આઘાત દા’એ અનુભવ્યો. પોતાનો સાથી ગયો. જ્ઞાનગોષ્ઠિનું સાધન ગયું, ગામડાનો મહાન આદર્શ ગયો. દા' મનોમન પૂછતા. શું વિમળ ખરેખર ગયા? મને ભ્રમ તો નથી થતો ને ? પણ ના, શેઠ અમારી વચ્ચેથી ખરેખર ચાલી ગયા! કહેતા ગયા “જાગતા રહેજો. મોતને તમે ભૂલી ગયા છો, પણ મારા મોત દ્વારા એ મોતની યાદ તાજી કરાવું છું. જો હવે માથે લટકતું મોત તમને યાદ રહી જશે તો મારું મૃત્યુ પણ મહાન કર્તવ્ય બજાવ્યાનો આનંદ માણતું મંગળમય બની જશે.'' દા' મનોમન બબડતાઃ ‘‘હા. તદ્દન સાચી વાત છે. બધાય કરતાં વિશેષે કરીને એ વાત શેઠે મને જ નથી કરી? સો વર્ષ પૂરા થવામાં હવે થોડા જ વર્ષ ખૂટે છે. પણ કોને ખબર કાલે જ મારાં સોએ વરસ પૂરાં ન થઈ જાય ?'' દા'નું મનોમંથન વધતું ચાલ્યું. કોઈની સાથે કશુંય બોલતા નથી. આખી ધર્મસભા બે બે કલાક સુધી ત્યાં જ બેસી રહે છે. શેઠની યાદ કોઈથી વીસરાતી નથી. દરેકની આંખો આંસુઓથી છલકાયેલી છે. કુમળાં હૃદય તો પોક મૂકીને રડે છે. ચોથા દિવસની સાંજ પડી. શેઠના મૃત્યુના દિવસ ઉપ૨ દિવસ વીતી ગયા! હજી શોકનું વાતાવરણ તેટલું જ ઘેરું દેખાય છે. અને... એક રાત પડી. દા' ધર્મસભામાં આવ્યા. ચોમેર નજર નાંખી. મોં ઉપરના ભાવો જોયા. ક્યાંય તેજ ન દેખાયું, ક્યાંય લાલિમા ન દેખાઈ. નાના બાળકમાંય સ્મિત કે આનંદ કશું ય ન દેખાયું. દા’ના મનમાં એક વિચાર આવ્યો કે આમ તો કેટલા દિવસ જશે? શું શેઠનું મૃત્યુ આવું અમંગળકારી હોઈ શકે? જેણે જીવનમાં સહુને અશોકની લૂંટ કરવા દીધી, સહુને આનંદમાં રાખ્યા એ જીવનનું મૃત્યુ સહુને શોકમાં ગરકાવ કરી દે! શું જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ નથી? ખખડી ગયેલી કાયાનો પલટો નથી? ગુણિયલ વ્યક્તિના મૃત્યુ હોઈ શકે છે? શું શેઠ અમારી આંખ સામે જ તરવરતા નથી? ભલે કદાચ શેઠે કાયાપલટ કરી પણ એમની મહાનતા, ઉદારતા,

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104