Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ વિરાગની મસ્તી જ માનવમનના સમગ્ર સંતાપોને શાન્ત કરી શકે છે; કારમાં દુઃખોની વચ્ચે પણ આનંદિત રાખી શકે છે. દા'! તમે સહુને આ તત્ત્વજ્ઞાન આપો. વિશ્વના તમામ પદાર્થોમાં જે કામવાસના છે તે જ તમામ દુઃખની જનેતા છે એ વાત સહુનાં અંતરમાં રમતી કરો. વિષયભોગોના સંયોગમાં રાગ કરશો તો એના વિયોગમાં રોવું પડશે એ પાઠ બધાને ગોખાવી દો. જીવનની ઉત્ક્રાંતિની કથા કહો. ધર્મરાજ અને મોહરાજનું યુદ્ધ વર્ણવો. છેવટે ધર્મરાજનો વિજયવાવટો શી રીતે ફરક્યો તે બતાવો અને ધર્મરાજના શરણે ગયેલા સંતોના જીવનની રૂપરેખા આપો. એમના વિરાગની મસ્તીની ઝાંખી કરાવો. દા' આવતીકાલની ધર્મસભામાં આ જ વાતને ઉદ્દેશીને વિચારણા કરજો. લો, જાઉં છું.” મારી આંખ ઊઘડી ગઈ. જોયું તો ક્યાંય કશું ય ન મળે. બધું જ અંધારું! સ્વપ્નમાં શેઠ સૂચના આપીને ચાલી ગયા! - મિત્રો, જીવનમાં સુખ અને શાન્તિ માટે જ સહુ કોઈનો યત્ન હોય છે. કીડીથી માંડીને ચક્રવર્તીઓ સુધીના બધા ય સુખના કામી છે. પણ સુખ ક્યાં છે? એ સુખનાં સાધનો ક્યાં છે? એ વાત તરફ લક્ષ આપ્યા વિના ઘણા દોડે છે. તેમનું અનુકરણ કરીને બીજાઓ પણ દોડી જ રહ્યા છે. લગભગ આખું વિશ્વ માને છે કે સુખ પૈસામાં, સુખ સ્ત્રીમાં, સુખ મકાનમાં, સુખ સ્વજનોના સંયોગમાં છે. ધન મળે તો સુખ, સ્ત્રી મળે તો સુખ, મકાન મળે તો સુખ, સ્વજન મળે તો સુખ એમ ખરું? ના, ધન મળે તો લૂંટાઈ જવાના ભયનું દુઃખ ભેગું જ ઊભું છે. સ્ત્રી મળે તો ય તેની વફાદારીની શંકાનું દુઃખ સાથે જ ઊભું છે. મકાન મળે તોય તેની મરામતનું દુઃખ ઊભું જ છે. સ્વજનો મળે તોય તેની સારસંભાળ રાખવાનું દુ:ખ ઊભું જ છે. ધનને કારણે ધનવાનો એ ક્યાં જીવન ખોયાં નથી ? સ્ત્રીના જ કારણે આત્મહત્યાઓ ક્યાં ઓછી થઈ છે? એની પાછળ પાગલ બનીને કેટલાએ પોતાનાં જીવન બદતર બનાવ્યાં? સ્વજનોના સંબંધોએ ભયાનક કલેશની આગ ક્યાં નથી ચાંપી? તો હવે એ બધાને માત્ર સુખનાં સાધન તરીકે જ કેમ માની લેવાય? જેની પ્રીતમાં ત્રાસ, જેની રક્ષામાં ય ત્રાસ, જેના વિયોગમાં પણ ત્રાસ, એ વસ્તુના યોગ

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104