Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ વિરાગની મસ્તી ૭૫ પ્રાણપ્રશ્ન, ‘સુખ ક્યાંથી મળે?' આજે આખો ને આખો તે ઉકલી રહ્યો છે.’’ ત્યાં તો ગૌતમ બોલ્યો, “ગુરુદેવ, મારાં મનમાં ફરી ફરી એ પ્રશ્ન ઊભો થઈ જાય છે કે આ વિરાગનું જીવન બહુ જ મજાનું હોવા છતાં રાગ તરફનું જ આકર્ષણ કેમ રહે છે ? વિરાગ કેમ ગમતો નથી? વિરાગી જીવન જીવવાની રુચિ કેમ જાગતી નથી? એટલું જ નહિ, પણ એ વાત સાંભળતાં અંતરમાં અરુચિ-દ્વેષ વગે૨ે કેમ ઉત્પન્ન થઈ જાય છે? અરે! કેટલાક ત્યાગીના અંચળમાં ય રાગની બદબૂ વછૂટતી દેખાય છે તે શાથી? ત્યાગી પાસે તો સામગ્રી વિરાગની જ હોય છતાં ય વિરાગ કેમ ન હોય?’’ ગુરુદેવ બોલ્યા, ‘‘બેટા ગૌતમ! તારો પ્રશ્ન બહુ જ સુંદર છે. થોડીવાર રાહ જોઈ હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત થાત નહિ, કેમ કે એ જ વાત હું હમણાં કરવાનો હતો. મિત્રો, વિરાગની કલ્પલતાનું બીજ ગમે તેના જીવનમાં વાવી દેવાતું નથી. જેનું જીવન ઉખર ભૂમિ છે તેમાં તો તે બીજ શી રીતે ઊગવાનું ? જે આત્માની ભૂમિ બીજ વાવવાને યોગ્ય હોય તેમાં જ બીજ વાવેલું કામનું. એટલે હવે વિરાગની વાતો સાંભળવા છતાં કે ત્યાગનો વેષ પહે૨વા છતાં જો ત્યાં એકલા રાગનું જ જો૨ જણાતું હોય તો સમજી લેવું કે એ આત્મા હજુ ઉખરભૂમિ સમો છે. એની ભૂમિ ખેડવા લાયક બની નથી.’’ જિનદાસ બોલ્યો, “ગુરુદેવ! અમારો આત્મા કઈ જાતની ભૂમિ કહેવાય તે પહેલાં કહો એટલે અમને શાંતિ વળે.’’ ગુરુદેવે કહ્યું, “બેટા જિનદાસ ! શાંતિથી બધું સાંભળ, ઉતાવળો ન થા. અનાદિ કાળથી ભટકતો આત્મા આજે પણ ભટકી જ રહ્યો છે. હવે ભ્રમણોના ચક્કરો વટાવતો જે આત્મા તદ્દન છેલ્લા ચક્રમાં આવી ગયો છે, અર્થાત્ અનંતાનંત આવર્તોમાં ભમી ભમીને છેવટના આવર્તમાં જે આત્મા પ્રવેશી ચૂક્યો હોય એટલે જેને સર્વદુઃખમુક્ત થવા માટે એક જ ચક્ર ફરવાનું બાકી હોય તે આત્મામાં વિરાગનું બીજ ઊગી નીકળે. કેમકે તેનું જીવન હવે ઉખરભૂમિ સમું રહ્યું નથી. પણ હજી જે છેલ્લા ચક્રમાં આવ્યો નથી તે આત્માની ભૂમિ તો ઉખરભૂમિ સમી જ કહેવાય.'' જિનદાસે પૂછ્યું, “તો ગુરુદેવ, અમે બધા છેલ્લા ચક્રમાં આવી ગયા છીએ કે નહિ ?’’ ગુરુદેવે કહ્યું, “ભાઈ, એ તો ત્રિકાળજ્ઞાની જ કહી શકે, છતાં સામાન્યતઃ એમ કહી શકાય કે જેને સંસારનાં બંધનોમાંથી છૂટવાની વાત ઉપર અરુચિ ન થતી

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104