Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ વિરાગની મસ્તી [૧૨] વિશાળ મેદાનની ચારે બાજુ નાની નાની ટેકરીઓની હારમાળા હતી. આ હારમાળામાં જ ધર્મરાજે પોતાની નગરી વસાવી હતી. સદાચારનું કઠોર વ્રત પાળતા સંતોની એ નગરી હતી. નાનકડી ટેકરી ઉપર વસતા આ નાનકડા નગરની એક અદ્ભુત વિશેષતા હતી. તે એ કે ત્યાં એક એવા પ્રકારની અનોખી સુગંધ મહેક્યા કરતી કે જેની સુવાસથી આ નાગરિકો મસ્ત રહેતા. ગમે તેટલું કષ્ટ વેઠવા છતાં તેઓ કદી થાકતાં નહિ. દિવસો સુધી ભૂખ્યા રહેવા છતાં પણ તેઓ પ્રસન્નવદન જણાતા. જીવનના બાહ્ય રંગરાગની એમને પરવા જ ન હતી. એટલું જ નહિ કિન્તુ એના તરફ તો એમને ભારે ઉપેક્ષા હતી. એ હંમેશ કહેતા, “આ રંગરાગમાંથી તો અસહ્ય બદબૂ આવે છે. અમારું તો માથું ફાટી જાય છે. અમે ત્યાં એક પળ પણ થોભી શકતા નથી.” સદેવ પેલી દિલતર સુગંધમાં રહેતાં આ સંતોને સંસારનાં રંગરાગમાં બદબૂ આવે તેમાં કશી નવાઈ નથી. આ સુગંધ હતી સમાધિનાં ફળથી લચી પડેલી પેલી વૈરાગ્ય કલ્પલતાની ઘટાદાર ઝાડી પર ખીલેલા અસંખ્ય પુષ્પોની. ટેકરીના મૂળમાં એનાં બીજ, થડ વગેરે હતાં; પણ એ કલ્પતરુનો સંપૂર્ણ વિકાસ તો ટેકરીને જ અડતો હતો. ટેકરીની બેય બાજુ ઊભેલા એ ઘટાદાર કલ્પતરુનાં ફળોમાંથી સતત વહેતી લોકોત્તર સૌરભ માણવાનું સદભાગ્ય તો ટેકરીના નાગરિકોને જ પ્રાપ્ત થયું હતું. ચારે બાજુ પથરાયેલી એ પર્વતમાળાની વચ્ચે વિશાળ મેદાન હતું. ત્યાં પણ ઘણા લોકો વસ્યા હતા, પરંતુ તેઓ હજી સુધી સુરભિ નગરના નાગરિકો બની શકયા ન હતા કેમકે તેઓ ઉત્કૃષ્ટ સદાચારના જીવનમાં હજી પ્રવેશ કરી શક્યા ન હતા. ધર્મરાજની રૈયત બે વિભાગમાં વહેંચાયેલી હતી. એકમાં સર્વસંગના ત્યાગી ઉત્કૃષ્ટ સદાચારના સંગી મહામાનવો હતા. જ્યારે બીજા વિભાગમાં વિશિષ્ટ શક્તિના અભાવે યથાશક્તિ સદાચાર પાળનારા, ઉત્કૃષ્ટ સદાચારના ઉમેદવાર સગૃહસ્થો હતા. ધર્મરાજની રાજધાની તો પેલી ટેકરી ઉપર જ હતી, કેમકે ધર્મરાજને સંતો ઉપર વિશેષ પ્રેમ હતો એટલે જ કલ્પલતાની સુગંધથી એ ભૂમિ અતિઆલાદક બની

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104