Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ વિરાગની મસ્તી જાય, તે માટે અમુક કાળ પણ જોઈએ. મોતીઝરાનો તાવ કાળની સહાયથી જ ઊતરે. આંબે મંજરી પણ કાળના સહાયથી જ આવે. એ જ રીતે આત્મામાં વિરાગની કલ્પલતાનું બીજ વાવવા માટે પણ એના છેલ્લા આવર્તમાં પ્રવેશ થઈ ગયા પછીનો જ કાળ સહાયક બને છે. આ જ કારણથી યોગીઓ એ કાળને ધર્મનો યોવનકાળ કહે છે. જ્યારે તેની પૂર્વના સઘળા ય આવર્તના ભ્રમણકાળને ભવનો બાલ્યકાળ કહે છે કે જેમાં ભોગો તરફ તીવ્ર રાગભાવ જ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે. હવે તમારા બધાના આત્માને તો તમે છેલ્લા આવર્તમાં પ્રવેશી ચૂકેલો માનો છો ને? સારું. એ બહુ સારી વાત છે. જો તેમ જ હોય તો તમારો આત્મા સંસારના બાલ્યકાળને વટાવીને ધર્મના યૌવનકાળમાં પ્રવેશ્યો કહેવાય. હવે તમારામાં એ કલ્પલતાનું બીજ પડ્યું છે કે નહિ? અંકુરો, પત્ર, પુષ્પ વગેરે ઊગી નીકળ્યાં છે કે નહિ? તે પણ જોઈએ. જેને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થાય તેણે સમજવું કે તેના આત્માની ભૂમિમાં ધર્મનું રાગબીજ તો પડી ગયું છે. આ ધર્મરાગ ગમે તેટલી વધતી જતી ભૌતિક રાગભાવની ધારાઓને સખ્ત આંચકો આપીને છિન્નભિન્ન કરી નાંખે છે.” ગુરુદેવ, ધર્મરાગ એટલે શું?” જિનદાસે પૂછ્યું. ધર્મરાગ એટલે સદાચારપરાયણ માણસોને જોઈને તેમના સદાચારની ખૂબ પ્રશંસા કરવી અને પોતે પણ તેવા સદાચારી બનવાની ઈચ્છા રાખવી. તેવી ઈચ્છા વારંવાર જાગવી તે બીજમાંથી ફૂટેલો અંકુર સમજવો. મોક્ષની ઈચ્છાપૂર્વકની શુદ્ધ ક્રિયા કરવાની જે ઈચ્છા તે અંકુરો. ખોટું છોડવાની ઈચ્છા અને સારી પ્રવૃત્તિના ઉપાયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે અંકુરમાંથી વિકાસ પામેલાં બે પાંદડાં. સદ્ગુરુ આદિરૂપ ઉપાયોની શોધ કરવી તે થડ. પછી વૈરાગ્યના હેતુઓ સત્યક્ષમાદિમાં સમભાવયુક્ત પ્રગતિ કરવી તે પાંદડાનો સમૂહ; અને ભાગ્યોદય થતાં સદ્ગુરુનો યોગ થવો તે પુષ્પો. આજ સુધી મોહને લીધે નિષ્ફળ બનતી ક્રિયાઓને આ સદ્ગુરુનો યોગ જ સફળ બનાવે છે. એ ગુરુ જ રાગના કૂવાના કાંઠે ઊભેલા-પળવારમાં કૂવામાં પટકાવાની અણી ઉપર આવેલા-માનવનો હાથ પકડી લઈને બચાવી લે છે. પછી ગુરુ સદ્ધર્મનો માર્ગ ઉપદેશે છે અને તે વખતે આત્મા અપૂર્વ પરાક્રમ કરીને ભાવ ધર્મના રહસ્યરૂપ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તે જ આ વૈરાગ્ય કલ્પલતાનું

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104