Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ વિરાગની મસ્તી હોય, પાપ કરવા છતાં ખૂબ આનંદથી તે પાપો ન કરતો હોય અને ઉચિત પ્રવૃત્તિનું સેવન કરતો હોય તો તે આત્મા છેલ્લા ચક્રમાં પ્રવેશી ચૂક્યો છે.” બધાય બોલી ઊઠ્યા! “આ વાત અમારામાં ઘટી જાય છે.” ગુરુદેવે કહ્યું, “ભાગ્યવંતો! તમારી એવી કશીક યોગ્યતા જોઈને તો હું વિરાગના બીજની અને તેના અંતિમ ફળની વાત કરું . હવે આગળ સાંભળો. છેલ્લા ચક્ર સિવાયનો જે સંસાર-ભ્રમણનો કાળ એ બધોય સંસારની બાલ્યદશાનો કાળ છે. છેલ્લા આવર્તનો કાળ એ વૈરાગ્ય-લતાના બીજને વાવવાનો અને તેના મીઠાં મધુરાં ફળ મેળવવાનો કાળ છે. આ કાળ એટલે સંસારસાગરથી પાર પામી જવા માટે હવે બહુ જ થોડો બાકી રહેલો કાળ. હવે થોડા જ કાળમાં એ આત્મા રાગરોષના, રતિ-અરતિના, કામ-ક્રોધના, પશુતાના કુસંસ્કારોથી મુક્ત થઈ જવાનો. આવા છેલ્લા આવર્તમાં જ્યારે જીવ પ્રવેશ પામે છે ત્યારે તેની ધર્મ પામવાની યોગ્યતાનો પરિપાક થવાથી તેની ઉપર ચોંટેલો સહજ મળ નાશ પામે છે અને તેનામાં વિશુદ્ધ ધર્મનો ઉદય થાય છે. જ્યાં સુધી આમ બનતું નથી ત્યાં સુધી આત્માને એ ભાન થતું જ નથી કે રાગને ઉત્પન્ન કરનારાં ભોગ-સાધનો છોડી દેવા જેવા છે અને વિરાગને ઉત્પન્ન કરનારા સાધનો પ્રાપ્ત કરવા જેવાં છે. જ્યાં સુધી પોતપોતાના બધા કાળ-વર્તુળોમાંથી પસાર થઈને જીવ મોક્ષાવસ્થાની તદ્દન નજીકના છેલ્લા કાળ-વર્તુળમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તો તેને ભોગસુખો જ આદરવા યોગ્ય લાગે અને ધર્મસાધના ત્યાજવા જેવી લાગે. જેમ ચગડોળમાં બેઠેલા માણસને બધું ભમતું ન હોવા છતાં ભમતું લાગે છે અને પોતે ભમતો હોવા છતાં સ્થિર લાગે છે એટલે કદાચ એવા કાળમાં રહેલા જીવને બધી જાતની ધર્મસામગ્રી મળે, સારા ગુરુદેવ મળે, વિરાગની વાતો સાંભળવા મળે પણ છતાં તે મોક્ષ આપનારી ન બને કેમકે છેલ્લા આવર્તના કાળની સામગ્રી હજુ જોડાઈ નથી એટલે મળેલી બીજી બધી સામગ્રી લાભ કરનારી ન બને. કુંભારને ઘડો બનાવવા માટે માટી મળે, દંડ મળે, બીજી બધી આવશ્યક સામગ્રી મળી જાય પણ ચક્ર જ ન મળે તો ઘડો ન જ થાય ને? આમ દરેક કાર્યમાં બીજાં કારણોની જેમ કાળ પણ કારણ છે. - તમે ગમે તેટલી મહેનત કરો પણ અમુક કાળ પસાર થયા વિના કેરી પાકે ખરી? નહિ જ. ચાલવા માટે બાળક ગમે તેટલી મહેનત કરે તેથી ચાલતાં ન આવડી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104