Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ વિરાગની મસ્તી ૭૩ બત્રીસ કન્યાનો સ્વામી થયો!'' ત્યાં તો સભામાં કોક બોલી ઊઠ્યું, “અરે! ગુરુદેવ હજુ તો એ અપરિણીત છે!’’ દા’એ કહ્યું, ‘“ભાઈ સિદ્ધાર્થ! આ તો ધા૨વાનું છે, ધારવામાં તારું શું જાય છે? ધાર કે તારી પાસે ઘણું બધું ભૌતિક સુખ ઊભું થઈ ગયું છે પણ તને તેટલાથી સંતોષ ન થાય તો તું સુખે ઊંઘી શકે ખરો ? ખાતાં-પીતાં તને આનંદ આવે ખરો ? તારા મનમાં હજુ વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ચિંતાઓના ભડકા જ બળતા હોય ને ? સિદ્ધાર્થ બોલ્યો, “જરૂર ગુરુદેવ, આપ કહો છો તે તદ્દન યથાર્થ છે.’’ ‘સારું, હવે આ કપિલની વાત લે. તારી સાત માળની હવેલીની બાજુમાં જ, ધાર કે આ કપિલનું એક નાનકડું ઝૂંપડું છે. રોજ ચાર છ આના કમાય છે. કો'ક દી' ઉપવાસ કરીને પોતાનો ખાવાનો રોટલો કોઈ દુખિયારાને આપીને ખૂબ હરખાય છે, સખત મજૂરી કરે છે, અને રાત્રે ભગવાનનાં ભજનિયાં ગાતો ગાતો ઘસઘસાટ ઊંઘી જાય છે. એના મોં ઉપર કદી કશી વાતનો ખેદ નથી, કોઈ વાતનું દુઃખ નથી. એને જે મળ્યું છે એમાં એને પૂરો સંતોષ છે. જરીકે વધુની એને ઈચ્છા નથી. તો કહે, તારા કરતાં આ માણસ સુખી ખરો કે નહિ? જો સુખી હોય તો કેટલો સુખી?’’ સિદ્ધાર્થ બોલ્યો, ‘‘ગુરુદેવ! ઘણો ઘણો સુખી. એની બાજુમાં ખરેખર હું સાત માળની હવેલીમાં રહેતો હોઉં તો પણ એનું પ્રસન્ન મોં જોઈજોઈને ઈર્ષ્યાથી બળીને અડધો થઈ જાઉં.'' ‘તો બેટા સિદ્ધાર્થ એને આ સુખ ક્યાંથી મળ્યું ? તારા જેટલા પૈસા નથી, પત્ની નથી, હવેલી નથી, સ્નેહીસગા નથી છતાં તે સુખી કેમ? અને તારી પાસે તે બધું છતાં તું દુ:ખી કેમ ?’’ કપિલે કહ્યું, “ગુરુદેવ! ‘સંતોષી નર સદા સુખી.' એ કહેવત આજે બરાબર સમજાઈ ગઈ હોં !'' ગુરુદેવ બોલ્યા, ‘કહો એ સંતોષ શાથી આવ્યો ? પેલા શિયાળભાઈની જેમ નથી મળતું માટે મન વાળીને સંતોષ કેળવી લઈએ તો તેનાથી સુખ મળે? સુખ તો તે સંતોષ-વૃત્તિમાંથી જન્મે છે જે સન્તોષની પાછળ, ‘પદાર્થ માત્ર નાશવંત છે' એવું તત્ત્વજ્ઞાન પડ્યું હોય છે અને એ તત્ત્વજ્ઞાનથી જેના અંતરમાં વિરાગનો રસ રેલાઈ ગયો છે. સાંભળ્યું છે ને? વિદ્યુલ્લક્ષ્મી પ્રભુતા પતંગ! શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ!’’

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104