Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ વિરાગની મસ્તી જે જે માનવો આ વાતને સમજતા નથી, સમજવા છતાં એનું પુનઃ પુનઃ મનન કરીને હૃદયમાં ઉતારતા નથી, તેઓ વિષયોના ભોગમાં વધુ આસક્ત થઈને પોતાના જીવનની રહીસહી શાંતિને શોષી નાંખે છે. માટે જ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ છે – વિષયોના સર્વસંગનો ત્યાગ અને તે માટે જે અશકત હોય તેને માટે વિષયોના સંગનો શક્ય તેટલો વધુ ત્યાગ જરૂરી બને છે અને છેવટમાં છેવટ, કોઈ ત્યાગ ન થાય તો વિષયોના સ્વરૂપને બધા દૃષ્ટિકોણથી જોઈ લેવા દ્વારા એમના તરફ જીવંત વિરાગ તો હોવો જ જોઈએ. આમ ત્યાગી તો વિરાગી હોય જ કિન્તુ ભોગી પણ વિરાગી તો હોવો જ જોઈએ. ગુલાબની સુગંધ લેવા જતાં તીણ કાંટાઓ ભોંકાવાના દુઃખનો જેને ખ્યાલ છે તે માણસ ગુલાબની સુગંધ માણતી વખતે ઘેલો ન બને, કિન્તુ સાવધાન રહે. તે સમજે છે કે સુગંધની તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે માટે એ સોડમ લીધા વિના રહી શકાય તેમ નથી પરંતુ એ સોડમમાં કશી મજા નથી. એની ચારે બાજા રહેલા કાંટા હાથમાં ભોંકાય તો લોહી કાઢે માટે ત્યાં રાગ તો હોય જ નહિ અને તેનો વિયોગ થાય તો તેમાં આંસુ સારવાના હોય પણ નહિ. જે બહુ ઊંચે જાય તે જો પછડાય તો તેને ઘણું જ વાગવાનું. તળેટીએ જ ઊભો રહે તે પડે તો એને શું થવાનું?” દા'એ ક્યું, “બંધુઓ, બહેનો! આ છે વિરાગની કથા. આપણા સુખ અને શાંતિનો માર્ગ. વારંવાર એ વિરાગકથાઓનું, વિરાગી સંતોના જીવનનું પાન કરતા રહીએ તો જીવનના રંગરાગ પ્રત્યેની તીવ્ર માયા મમતા ઘટતી જાય. આત્મા વિરાગી બનીને તે રંગરાગ ઘટાડતો પણ જાય. વિરાગનાં સુંદર મઝાના કથાનકો સાંભળવાથી તો એવો અદ્ભુત આલાદ પ્રાપ્ત થાય છે જે આફ્લાદ સરગમના ઉસ્તાદોને મૃદંગ, વીણા કે પખાજ વગેરેના મધુર શ્રવણમાં ય અનુભવવા મળતો નથી. જ્ઞાની તે જ કહેવાય જે વિરાગી હોય. જ્ઞાની માણસો રાગી હોઈ શકે જ નહિ, કેમકે જ્ઞાન અને રાગ બે પ્રકાશ અને તિમિર સમાં વિરોધી તત્ત્વો છે. સંસારના રંગરાગમાં ચકચર દેખાતો માણસ જ્ઞાનભરપુર હોય તો પણ તે શબ્દસમૃદ્ધ માણસ કહી શકાય પરંતુ જ્ઞાની તો નહિ જ કહેવાય. કેમકે જ્ઞાની તો જીવનસમૃદ્ધ હોય, આર્ષદ્રષ્ટા હોય. જગતના વિનાશી ભાવો તરફ ચાંપતી નજર રાખતો વિરાગી મહાત્મા હોય. સજ્જનોનો આ વિરાગ-મિત્ર કેવો મજાનો છે ! જે પોતાના મિત્રને વિવેકરત્ન બતાડે છે અને એ દ્વારા એના ભાવ-દારિદ્રનો નાશ કરી દે છે. આંતર રાજ્યમાં ઊભેલા અદ્ભત રાજ્ય મંદિરમાં રહેતા વિરાગીઓ પોતાની સમતા નામની પત્ની સાથે મોજ માણતા હોય છે. એમને જગતની કશી ય પડી હોતી નથી. જગતના

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104