Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ વિરાગની મસ્તી કરુણા, દયા, ધાર્મિકતા, દેવગુરુ સેવા પરાયણતા, તો આજે ય આંખ સામે જ દેખાય છે. શેઠની કાયાની કિંમત આટલી બધી અંકાઈ હોય તો તે પણ તે કાયમાં રહેલા આત્માના સગુણોને લીધે જ ને? ગુણવિહોણી કાયાને કોણ યાદ કરે છે? શેઠ એટલે ગુણોનો અક્ષય ભંડાર! તેનું મૃત્યુ કદી થયું જ નથી અને થવાનું પણ નથી. કાયાનો ત્યાગ કરીને શેઠે તો એની નશ્વરતા અમારી નજર સમક્ષ લાવી મૂકી બધું ય નશ્વર! માત્ર આત્મા જ અવિનાશી, આત્માને ઈશ્વર બનાવવા નશ્વરની માયા ત્યાગવી જ રહી. નશ્વરના રાગથી જ રોષ કરવાનો વખત આવે. જેને ન મળે નશ્વરના સંયોગવિયોગમાં રાગ કે રોષ તેના જીવનમાં ક્યાંય ન જોવા મળે હર્ષ કે શોક. અહો! આ તત્ત્વજ્ઞાન મને આજે જ લાધું. ભરત ચક્રીને પણ નશ્વરનું જીવંત તત્ત્વજ્ઞાન એકાએક પ્રાપ્ત થયેલું ને! છ ખંડ જીતીને કોટિશિલા ઉપર ચક્રી તરીકે પોતાનું નામ લખવા જેટલી જગા ન મળી. છેવટે એક ભૂતપૂર્વ ચક્રીનું નામ ભૂંસી નાંખ્યું અને ત્યાં પોતાનું નામ લખુ... ભરત.... ચક્રી’ પણ અંતર પુકારી ઊઠ્ય “આ ભરત-ચક્રીનું નામ પણ એક વાર કોઈ ચક્રીના હાથે આજ રીતે ભૂંસાઈ જ જશે ને!” દુઃખથી હૈયું ધ્રુજી ઊઠ્ય! રોમાંચ ખડા થઈ ગયા! ચક્રીની નામના ખાતર તો પખંડનાં રાજ્ય મેળવ્યાં. ભાઈ સાથે યુદ્ધમાં ઊતરીને લાખો નિર્દોષ માથાં રણમાં રગદોળ્યાં! અને પછી પણ આ નામ નાશવંત! અંતર બોલ્યું “હા. નામ, નાશવંત. સઘળી માયા પણ નાશવંત. તો રાગ ક્યાં કરવો? કશુંક મનગમતું ન મળે તો રોષ શા માટે કરવો ?” દા'ના મનમાંથી ભરત ચક્રનો આખો પ્રસંગ ચલચિત્રના દશ્યની માફક પસાર થઈ ગયો! દા'એ વિચાર કર્યો કે આ શોકઘેર્યા વાતાવરણને હંમેશા માટે દૂર કરવા માટે મારે આ ગ્રામજનોને રાગ-વિરાગના રંગરાગ સમજાવવા જોઈએ. ચૈતન્યનું ગાન ગાઈ બતાવવું જોઈએ. વિરાગના એ સંગીતમાં જ આ આત્માઓ પોતાનો શોક ભૂલી જશે અને શેઠના મરણ દ્વારા, કદી ન કરેલી વિરાગના તત્ત્વની વિચારણાના રસકુંડમાં દરેક આત્મા ઝબોળાઈને પવિત્ર બનશે. જીવનના વાસ્તવ આનંદનું ઊગમ સ્થાન પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવશે. વિમળના મૃત્યુથી અકળાઈ ગયેલા, તદ્દન હતાશ થયેલા દા'ના ચિત્તમાં ઉત્સાહની ઉષા પ્રગટી. કિંકર્તવ્યમૂઢ બનેલા તેમને પોતાના કર્તવ્યનું ભાન થયું. શોકસાગરમાં ગળાબૂડ ડૂબી ગયેલા આત્માઓને ઉગારવા માટે વિશ્વનું વાસ્તવ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104