Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ વિરાગની મસ્તી ૫૭ [૮] આ દિવસે વિમળશેઠ અને દા” બાજુના ગામે કશાક કામે ગયા હતા. રાત્રે તો પાછા આવી જવાના હતા. ગામડાના જુવાનો અને ઘરડાઓ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે શેઠને આ વાતની ખબર શી રીતે આપવી? ગરીબાઈને કારણે કૂવો પુરાયાની વાત જાણતાંની સાથે જ તેમને સખ્ત આઘાત પહોંચશે. હવે વાત કરવી શી રીતે? આ બાજા બધા મૂંઝવણમાં પડ્યા હતા. ત્યારે શેઠ અને દા” ગામની સીમ પાસે આવી ચૂક્યા હતા. કોઈ ઉતાવળિયો મહાજન શેઠને અને દા'ને સૌ પહેલાં સમાચાર આપવાની હોંશમાં ત્યાં જઈ પહોંચ્યો. એકદમ કહી નાંખ્યું, “શેઠ, વિમળશેઠ! કાળો કેર વર્તી ગયો! ચંપાએ થોડા કલાક પહેલાં જ કૂવો પૂર્યો! છોકરાની વાતો સાંભળતાં લાગે છે કે અસહ્ય ગરીબાઈને કારણે જ તેણે આ કામ હું! હું! શું? શું?” કહેતાં જ શેઠ ઢગલો થઈને ત્યાં જ બેસી ગયા. થોડીવારમાં બેભાન થઈ ગયા! દા'ને પણ સખત આંચકો લાગ્યો, પાણી મંગાવ્યું. લોકો ભેગા થઈ ગયા. શેઠને ભાનમાં લાવવા અનેક ઉપચારો કર્યા. ચાલીસ મિનિટે શેઠે આંખ ખોલી. સહુને હૈયે શાંતિ વળી. જુવાનિયા શેઠને ઉપાડી ઘેર લઈ આવ્યા. દા'એ બધાને દૂર કર્યા. પછી શેઠની પાસે બેસીને આશ્વાસન આપવા લાગ્યા, “શેઠ! એમાં તમારો કશોય દોષ નથી, બિચારીનું ભાગ્ય જ અવળું કે એને આ સૂઝયું, નહીં તો તમારી પાસે આવીને બધી વાત ન કરત? પણ શું થાય? ખેર. હવે તમે ચિંતા ન કરો. બનવાનું હતું તે બની ગયું. બનેલાનો શોક કરવો નહીં. જે દા'ની વાતો શેઠ કાન દઈને સાંભળતા તેમને આજે જાણે કશું ય સંભળાતું નથી. હૃદય ડૂસકાં નાંખતું હતું. મનમાં વિકલ્પોનાં ઘમ્મર વલોણાં ઘરરર... ઘરરર.. ચાલતાં હતાં. શેઠને મનમાં એક જ વાતનો ભારે વલોપાત હતો કે મેં કેમ ભાન ન રાખ્યું? આ મારી બેદરકારીનું જ પરિણામ! આજે મેં એક સ્ત્રીની હત્યા કરી! ઓ પ્રભો! આ શું થઈ ગયું? શેઠનું મગજ ઘુમ થઈ ગયું હતું. દા'એ શેઠના મોં તરફ જોયું. તદ્દન નંખાઈ ગયું હતું. કલાક પહેલાના શેઠમાં યોવન થનગનતું લાગતું; એક જ કલાકમાં શેઠે ચાલીસ વર્ષની જીવન મંજિલ વટાવી નાંખી હોય તેવું તેમના મોં ઉપર તરવરતા

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104