Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ વિરાગની મસ્તી | [૧] મહીસાગરના કાંઠે એ ગામડું વસ્યું હતું. એ મહીસાગર હતી તો નદી, પરન્તુ આ મહી (પૃથ્વી) ઉપર સાગર જેવી લાગતી હતી, માટે જ લોકો એને મહીસાગર કહેતા. ભરઉનાળે પણ પેલે પાર જવા માટે લોકોને હોડીમાં બેસીને જવું પડતું. એમાં ય પૂનમ અને અમાસને દિવસે તો ખંભાતના દરિયે જ્યારે ભરતી આવતી ત્યારે તો એનાં ખારાં પાણી મહીસાગરમાં ક્યાંય વીસ-વીસ માઈલ સુધી ઘૂસી જતાં. લોકો એકબીજાને કહેતા સંભળાતા, ‘ભાઈ, સાચવજો, ઝાર આવ્યો છે, કોઈ બાળબચ્ચાને જવા ના દેશો.” એ વખતે મહીસાગરનાં મીઠડાં નીર ખારાં ખારાં થઈ જતાં પણ એ ગામડાંના કૂવા જરા ય પાછા પડે તેવા ન હતા. કેડ બાંધીને ઊભા થઈ જતા અને મા-પ્રકૃતિના ખોળે મોટા થતાં પશુધનને પાણી પાતા. થોડા દી' પસાર થતા અને મહીસાગરનાં પાણી મીઠાં થઈ જતાં. ખળખળ વહી જતી સરિતા પાસે સહુ દોડ્યા આવતા; અને સરિતા સહુને પાણી પાતી, અને એની મૂંગી ભાષામાં સહુને બોધપાઠ દેતી, “દેતાં જ શીખજો. કુદરતના ખોળે ઊગતો અમારો આંબો માર ખાઈ ને ય માલ દે છે; પુષ્પ ચુંટાઈને ય ખૂબો રેલાવે છે, ચંદનનું કાષ્ટ ઘસાઈને ય શીતળતા બક્ષે છે, અને પેલી અગરબત્તી? બળી-જળીને ય સુગંધ સુગંધ કરી મૂકે છે.” વળી એ મૂક ભાષામાં સરિતા કહેતી, “બળતા બપોરે તપીતપીને શેકાઈ જતાં વૃક્ષોને પાણી દઈને હું લીલાંછમ રાખું; ધરતીના બાલુડાંઓની તૃષા હું છિપાવું અને મેલાંઘેલાં તમારા અંગોને હું નિર્મળ બનાવું અને મને શું કાંઈ જ ન મળે એમ તમે માનો છો? ના, ના. ખોટી વાત. “દે એને ન મળે' એવી નિષ્ફર કલ્પના તમારી માનવ જાત જ કરી શકે... મારો તો જાતઅનુભવ છે... એક બાજાં દીધે રાખું છું તો બીજી બાજા વાદળો પાણી ભરીભરીને લઈ આવીને મારી ઉપર વરસાવે જ રાખે ચરોતર પ્રદેશમાં ઊભેલું આ ગામડું પૈસેટકે તો ઘણું લીલું ન હતું પરન્તુ એની ચોમરે ઊભેલી હરિયાળી ગામડાની એ ખોટ કદી જણાવા દીધી ન હતી. એ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104