Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ וד વિરાગની મસ્તી ૫૧ એકધારી પ્રક્રિયાને આંખે આંખ જોઈ લઈને સર્જનની મોહિનીથી ચેત્યા. અને સર્જન વિસર્જનની પ્રક્રિયાની કાળમીઢ દીવાલોની ભીંસમાંથી મુક્ત થવાની ઉપાસના તરફ વળી ગયા. વિમળશેઠ ઉ૫૨ પણ વિસર્જનની એકધારી પ્રક્રિયા ચાલુ હતી. પણ એક વખત એવું અઘટિત બની ગયું કે જેના પરિણામે વિસર્જનની એ પ્રક્રિયા એકદમ વેગવંતી બની ગઈ. દૂર રહીને ડોકિયા કરતું બિહામણું મોત સાવ જ નજદીક આવીને ઊભું રહી ગયું ! વાત એમ બની હતી કે એ ગામમાં ચંપા નામની એક સુશીલ સ્ત્રી રહેતી હતી. બે માસ પહેલાં જ એ વિધવા બની હતી. ત્રણ બાળકોની જવાબદારી ચંપા ઉપર નાખીને પતિ પરલોક ચાલી ગયો હતો. આમ તો એના ધણી પાસે ઠીક ઠીક ધન હતું પણ છેલ્લે છેલ્લે એના બધા દાવ અવળા પડતા ગયા અને બધું ય ધન. આડુંઅવળું ઘલાઈ ગયું. એ મરી ગયો ત્યારે પાંચ સાત રૂપિયા અને અમૂલ્ય ત્રણ રત્નો (બાળકો) ચંપાને સોંપતો ગયો. બિચારી ચંપા! પરિસ્થિતિ એકાએક આવો પલટો ખાશે એની એને સ્વપ્નેય કલ્પના ન હતી. ગઈ કાલ સુધી એના પતિએ એને કશું ય જણાવા દીધું ન હતું. એના ઘરમાં ગઈ કાલે સ્વર્ગ હતું પણ હવે એને લાગ્યું કે એ ઘર આજે દોજખના દુઃખથી ઉભરાઈ ગયું છે. અને ખરેખર એમ જ બન્યું. ચંપાની કળી સમી આ ચંપાએ કાળી મજૂરી શરૂ કરી. સાંજ પડે ચાર આઠ આના મળી જાય તો છોકરાને શાન્તિથી સુવડાવી દેતી. નહિ તો રોતાં કકળતાં રોટલો માગતાં છતાં, રોટલાની કટકી ય મેળવ્યા વિના માનો થોડો માર ખાઈને આપમેળે કુદરતના ખોળે સૂઈ જતાં. આ સ્થિતિમાં ચંપાને તો ઊંઘ આવે જ શાની? આઠ દહાડામાં ચાર દી' દેકારો બોલાઈ જતો. આમ ને આમ ત્રણ માસ વીતી ગયા. ખાનદાન ચંપાએ કોઈને હાથ ન ધર્યો. એની ગરીબી કોઈનેય જણાવા ન દીધી. એ માનતી હતી કે ગરીબાઈના ભડકામાં બળવું પડે તો જાતે જ બળીને ખાખ થઈ જવું. એ ભડકા બીજાને બતાવીને શો ફાયદો ? નકામાં એમનાં અંતર પણ જલી ઉઠે! જનમ જનમાં ઘણાં પાપે જ આ ઘર ભડકે વીંટળાઈ વળ્યું હશે ને? હવે કોઈનાં કૂણાં હૈયાંને એ આગઝાળ મારે અડાડવી નથી. પણ આમ તો ક્યાં સુધી ચાલે ! ચંપા ગમે તેમ તો ય અબળા હતી. ગઈ કાલની કોમળ કળી હતી. બળબળતા બપોરીઆની લૂ એ ક્યાં સુધી ખમે!

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104