Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ વિરાગની મસ્તી લેવાના મનસૂબા સાથે તેમણે કહ્યું, “ઉદ્યોગો વિના દેશનો ઉદ્ધાર શક્ય નથી. માત્ર ખેતી ઉપર દેશ ઊભો રહી શકે તેમ નથી, માટે ઉદ્યોગોના વિકાસ તરફ જ લક્ષ આપવું જોઈએ અને પરદેશી અનાજ મંગાવવું જોઈએ. એટલું જ નહિ પણ વધતો જતો વસતિવધારો કાયદો કરીને પણ સત્વર અટકાવી દેવો જોઈએ.” શહેરી ગૃહસ્થના રોકેટની જેમ ધડાધડ છૂટતા ગોખણિયા વિધાનોને સાંભળીને એક ગ્રામીણ જુવાન ખડખડાટ હસી પડ્યો. પળ બે પળમાં સ્વસ્થ થયો. એણે અર્થતંત્રની આંટીઘૂટીભરી વાતોની દા'ની સાથે ઠીક ઠીક ચર્ચાઓ કરી હતી. પેલા સગૃહસ્થને તેણે કહ્યું, “હવે જવા દો, તમારી ગોખી કાઢેલી નરદમ જુઠ્ઠી વાતોને. આજ સુધીનો ભારતનો ઈતિહાસ બોલે છે કે અનાજના વિષયમાં ભારતે કદી તાણ અનુભવી નથી. અને આજે પણ શું છે? કોણ કહે છે કે સાચોસાચ અનાજની તંગી છે? એકબાજા તમારા પાટીલ કહે કે અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. ગંજાવર ઉત્પાદન થયું છે અને પછી બીજી બાજા પરદેશમાંથી અનાજ મંગાવવામાં આવે છે. તમે લોકો પૈસા પાછળ એવા ગાંડા બન્યા છો, તમને હૂંડિયામણનું એવું ઘેલું લાગ્યું છે કે, એના જ પાપે આ દેશના લોકોને ત્રાસ ભોગવવો પડે છે. અહીં ઉત્પન્ન થતું હજારો મણ અનાજ ખેડૂતો પાસેથી લઈને ઊંચા ભાવે પરદેશ મોકલી આપો છો અને હલકા ભાવનું અનાજ ત્યાંથી ખરીદો છો. આ રીતે તમારી હૂંડિયામણ વધારવાની બદમુરાદ પૂરી પાડો છો. આને અમારે સ્વદેશપ્રેમ કહેવો એમને? ભારતની પ્રજાને પોતાનું સારું અનાજ ખાવા ન દેનાર અને હલકું અનાજ ખવડાવનાર સ્વદેશપ્રેમી કહેવાય ખરો? આ રીતે વધુને વધુ અનાજ પરદેશ મોકલવા માટે જ તમે અહીં નીપજતી અનાજની તંગી નિવારવા લોકોને માછલી ખવડાવતા ક્ય! આર્યોનું આર્યત્વ વટલાવ્યું ! લોકોને ખોટી યુક્તિઓ આપો છો કે ઘઉંના સો જીવ મારીને સો દાણા ખાવા કરતાં એક માછલું ખાઈ લેવામાં ધર્મ છે; પાપ નથી. કેવી બેહૂદી દલીલ છે! જીવના વિકાસવાદને તમે જાણે શીખ્યા જ ન હો તેમ આવા પાઠ ભણાવો છો. એક ઈન્દ્રિયવાળી ઘઉંના દાણામાંથી બે ઈન્દ્રિયવાળી કીડીનો જન્મ લેતાં તો એ જીવને કેટલું કષ્ટ વેઠવું પડે છે? તો પાંચ ઈન્દ્રિયવાળાં માછલાં સુધી પહોંચતાં તો એની કારમી કષ્ટ યાત્રાથી નીપજતો વિકાસ તમારે જોવો જ નથી? જીવ તરીકે બે ય ભલે સરખા હોય પણ વિકાસમાં તો આકાશપાતાળનું અંતર છે. એ દૃષ્ટિએ બે જીવો જરા ય સરખા નથી. લાખ મરજો પણ તેનો તારણહાર ન મરજો.' એ વાત કયા ભારતીય જનને સમજાવવા જવું પડે તેમ છે? લાખ જીવના મોત કરતાં ય વિશિષ્ટ પુષ્યવાળો એક

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104