Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ૩૦ વિરાગની મસ્તી જીવ વધુ કિંમતી નહિ? ગોડસેએ ગાંધીને માર્યા અને એક બાળકે કીડી મારી તે બે ય સરખી શિક્ષાને પાત્ર ગણી શકાય ખરા ? જે દેશનો મૂળભૂત સિદ્ધાંત અહિંસા ગણવામાં આવ્યો છે, જેમાં ઘઉંના દાણાના જીવને પણ હણવામાં પાપ ગયું છે, તે દેશના લોકો પોતાનું પેટ ભરવા માટે નછૂટકે ઓછામાં ઓછા વિકસિત જીવની હિંસા કરશે કે ઈન્દ્રિય વગેરેના વિશિષ્ટ ઐશ્વર્યવાળા વિકસિત જીવને પણ, રસનાની લોલુપતાના પાપે મારી નાખશે? રે! ધરતીએ ઊભેલાને ધક્કો મારનાર અને પર્વતની ધારે ઊભેલાને ધક્કો દેનાર બે ય સરખા કેમ કહેવાય? જવા દો તમારી દયાની વાતો! તમારે દયા માયા સાથે કશી ય લેવાદેવા નથી. તમારે જોઈએ છે ધન ધન.... ને ધન. તે માટે જ મત્સ્યોના પાવડરના લાખો પેકેટોના ઉત્પાદન કરવા તૈયાર છો. ધન માટે જ કરોડોના ખર્ચે કતલખાનાં ઊભાં કરવા હોંશે હોંશે ઠરાવો ઘડો છો ! તમારે મન તો મંદિર-મસ્જિદ બધું ધતીંગ છે! મિલો અને કારખાનાંઓ જ તમારાં મંદિર-મસ્જિદ છે જે મજૂરોને રોજી આપે છે! જોઈ રે, તમારી રોજીની વાત! સત્તાના સ્થાનેથી ન ખસવા માટે જ તમારે મજૂરો, ખેડૂતો અને કામદાર વર્ગને પોષવા છે. તેમના મત લઈને તમારી ખુરશી પકડી રાખવાના આ પેતરા છે અને પછી તેમની રોજીની તમારે દયા ખાવી છે તે અમે નહિ કબૂલી શકીએ. તમે ભણીગણીને બાકાયદા પ્રવૃત્તિઓ આરંભી દીધી! ધારાસભામાં જઈને ધર્મસ્થાનો ઉપર તરાપ મારતા કાયદા કર્યા! ધર્માદા ખાઈ જવા સુધી તમારી નજર પહોંચી! અકબર જેવા ચુસ્ત મુસલમાન બાદશાહના સમયમાં પણ અહિંસાનો ઝંડો ફરફરતો હતો, આજે તમે તેને ઉખેડીને ખાડામાં ફેંકી દીધો! એને પકડી રાખતા સાધુઓ ઉપર પણ બેગર્સ એક્ટ જેવા કાયદા લાવતાં તમારા દિલ ન કમ્યાં! વેશ્યાઓને ત્યાં જઈને પડ્યાપાથર્યા રહેતાં વિલાસી-શ્રીમંત બાળકોને તમે રોકી શકતા નથી. સંસ્કારના પ્રાણને રહેંસી-પીસી નાંખતા, સિનેપડદા ઉપર ભજવાતાં અત્યન્ત અશ્લીલ ચિત્રોની પટ્ટી ઉપર, તમારું જ બનાવેલ સેન્સર બોર્ડ કાતર મૂકી શકતું નથી! હાય! કેવી કરુણતા! આ ધર્મશાસન બોડીબામણીના ખેતર જેવું ભાળ્યું એટલે ઝટબાળ દીક્ષાના કાયદા લાવવા તમારા જેવા ભણેલા ભૂત ઊભા થઈ ગયા! જે તીર્થભૂમિઓમાં જઈને ભાવુક આત્માઓ પરમ આહ્વાદ પ્રાપ્ત કરે, તે તીર્થભૂમિનો પૈસો પણ પચાવી લેતા તમને જરાય આંચકો ન લાગે! બસ, તમે બે

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104