Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ ૩૮ વિરાગની મસ્તી આત્મા કેમ માની શકાય? આમ બધી રીતે દા' ગૂંચવાઈ જતા. મહિનાઓ વિત્યા પણ આ ગૂંચ ન ઊકલી બલકે જેમ જેમ ઉકેલવા માટે વધુ વાંચન કરતા ગયા તેમ તેમ ગૂંચો વધતી જ ચાલી. હવે શું કરવું? આવા બધા વિરોધી વિચારોનું સમાધાન ક્યાંથી લાવવું? દા' તો ખાતા-પીતાં ય આ વાતોનું સમાધાન મેળવવા એ જ વિચારો કરતા, “આત્મા નિત્ય કે અનિત્ય જ ? દેહથી ભિન્ન કે અભિન્ન જ? બે ય વિરોધી વાતો!” - એકવાર દા' વિમળશેઠને ત્યાં ગયા હશે ત્યારે વાતવાતમાં આ વાત છેડાઈ પડી. વિમળશેઠ તો ખૂબ વ્યવહારુ માણસ! સાંભળીને કહ્યું, જુઓ હું તો શાસ્ત્રોના મર્મને જાણતો નથી પણ વ્યવહારથી વાત કરું કે બે વિરોધી વાતો પણ એક જ વસ્તુમાં જુદી જુદી રીતે, એટલે કે જુદી જુદી દૃષ્ટિએ સંભવતી હોય તો એક જ વસ્તુમાં બેય વાત કેમ ન મનાય? આ છગન મારો ભત્રીજો છે પણ તેથી શું પેલી જમનાબેનનો ય ભત્રીજો જ છે? ના. એનો તો દીકરો છે. હવે ભત્રીજો અને દીકરો બે વિરોધી વાત નથી? મારો ભત્રીજો એ મારો જ દીકરો હોઈ શકે ? નહિ જ. પણ મારો ભત્રીજો જમનાનો તો દીકરો હોઈ શકે છે ને? લો બીજી વાત કરું. આ ટચલી આંગળીની બાજાની આંગળી નાની કે મોટી? જો જો ધ્યાન રાખીને જવાબ દેજો, બેય વિરોધી વાત પૂછી છે! દા'તો તરત બોલી ઊઠ્યા, “શેઠ એ તો ટચલીની દૃષ્ટિએ મોટી, અને વચલી આંગળીની દૃષ્ટિએ નાની.” શેઠ હસી પડ્યા. પછી બોલ્યા, “તો પણ ટચલીની જ દૃષ્ટિએ જે મોટી છે તે ટચલીની જ દૃષ્ટિએ તો નાની નહિ જ ને? એમ વચલીની સરખામણીમાં જે નાની છે તે વચલીની જ સરખામણીમાં મોટી નહિ જ ને?'' દાએ કહ્યું, “ના બિલકુલ નહિ. એટલે તો હવે એ વાત નક્કી થઈ કે એક જ વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ નાની-મોટી વગેરે વિરોધી વાતવાળી ન હોય તો પણ જાદી જાદી વસ્તુની સરખામણીએ તો એક જ વસ્તુમાં બે વિરોધી વાત જરૂર મળે.' શેઠે કહ્યું, “હા, વ્યવહારમાં તો તેમ જ દેખાય છે. હવે તમે વિચાર કરજો કે તમે કહેલી આત્મા વગેરેની વાતોમાંથી વિરોધ ટળી જાય છે કે નહિ?” ઊભા થતા દા' બોલ્યા, “આજે ઘેર જઈને શાન્તિથી વિચારીશ, પછી કાલે આવીશ.' દા' ઘેર ગયા. જમી પરવાર્યા અને હાથમાં છાપું લીધું, ચન્દ્રલોકમાં જનારા

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104