Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ વિરાગની મસ્તી ૪૭ અને જાગ્યા પછી બીજા હાથનું બીજું કડું રાખી મૂકવા બદલ એની પત્નીએ કેવો ઠપકો આપ્યો હતો ! ક્યારેક ક્ષમાનો મહિમા ગાતા અને સોક્રેટીસની ક્ષમાને યાદ કરતા. કેવી કજિયાળી હતી એની સ્ત્રી! આખો દહાડો લઢવાડ કરે પણ સોક્રેટીસ હરફ પણ ન બોલે! એક દી' તો તેણે કેટલાક પ્રતિષ્ઠિત મિત્રો સાથે વાર્તાલાપ કરતાં સોક્રેટીસ ઉપર મેલાં પાણીની ડોલ રેડી દીધી! બધાય મિત્રો સમસમી ગયા! સખ્તમાં સખ્ત શિક્ષા કરવા કહ્યું, પણ પ્રશાન્ત સોક્રેટીસે એટલું જ કહ્યું, “ઘણા વખતથી વાદળાં જામ્યાં હતાં. ખૂબ ઉકળાટ થતો હતો વીખરાય નહિ ને વરસેય નહિ. ઠીક થયું કે આજે વરસી ગયાં! હવે નિરાન્ત થઈ!'' આવા વખતે દા’ને તુકારામ પણ યાદ આવી જતા. ખાવાને અનાજનો કણ ન મળે. એમની સ્ત્રી સસરાને ત્યાં જઈ શેરડી લઈ આવવાની ફરજ પાડે છે. તુકો જાય છે. સાત-આઠ શેરડીના સાંઠા લઈને પાછો ફરે છે. રસ્તામાં દુખિયારા જીવો શે૨ડીના સાંઠાની કરુણ યાચના કરે છે. પોતાનું પેટ બતાવે છે, ‘તુકા! જાઓ આ પેટ કેટલું ઊંડે ગયું છે! ત્રણ ત્રણ દી'ના ભૂખ્યા છીએ!' તુકાથી રહેવાતું નથી, એક કટકો આપી દે છે. બીજો દુખિયારો મળે છે. બીજો કટકો આપી દે છે. ઘેર પહોંચતા પાસે એક જ કટકો ! પત્ની એની દયાળુ વૃત્તિ ઉપરથી બધી કલ્પના કરી લે છે. ખૂબ ક્રોધ ચઢે છે. સાંઠો હાથમાં લઈને તુકાની પીઠ ઉપર ઝીંકે છે. એટલા જોરથી ઝીંક્યો કે બે ટુકડા થઈ ગયા! તુકો હસી પડે છે. ‘તારી કેટલી દયા! બે કટકા કરવા જેટલી ય મને તકલીફ ન આપી! લે એક તારો ! એક મારો !' પણ જ્યારે દા’ને ક્ષમા ઉપર પરમાત્મા મહાવીરદેવની યાદ આવતી કે એ ગળગળા થઈ જતા! મહાવીરદેવની કરુણા તો એમની જ કરુણા અનંત શક્તિસંપન્ન એ પરમાત્મા જંગલમાં ધ્યાન ધરે છે. દુષ્ટ સંગમ આવે છે. ભયંકર ભોરીંગો છોડે છે, પરમાત્માના દેહને ડંખીડંખીને થાકી જાય છે તો ય પરમાત્મા અચળ છે! વિકરાળ વાઘ છોડ્યા, તો ય અચળ! યમના ભાઈ સમા કૂતરા છોડ્યા તો ય અચળ! ઊંચકી ઊંચકીને પછાડ્યા તો ય કશું ન બોલ્યા! ‘ઉંહકારો' પણ ન કર્યો! વિતાડવામાં સંગમે જરા ય પાછીપાની ન કરી. છેવટે છેલ્લામાં છેલ્લુ ભયંકરમાં ભયંકર કાળચક્ર યાદ કર્યું! જેને જોવા માત્રથી ચીસ પડી જાય એટલું ભયંકર! ચારે દિશામાં આગ વરસાવતું એ ચાલ્યું જાય! નિર્દય સંગમે આ વિશ્વોદ્ધારકને પણ ન જોયા! એને તો એની પ્રતિજ્ઞાપૂર્ણ ક૨વી હતી. ગમે તે રીતે આ માનવ-મગતરાને(!) ચલિત કરી નાંખું.’ આગ વરસાવતું કાળચક્ર ધસ્યું દેવાધિદેવની અડોલ કાયા તરફ! જો પ્રભુ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104