Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ વિરાગની મસ્તી ૩૧ જ વાત રાખી છેઃ ખુરસી પકડી રાખવી અને પૈસો ભેગો કરવો. રે! તમે તો કેવા મેલા, ખંધા મુત્સદ્દી છો તે કહી દઉં? ખોટું લગાડશો મા! તમે મૂર્તિઓ ભાંગવાની વાતની માંડવાળ કરી પણ એ મૂર્તિઓને નમવાની ભાવનાઓને જ ભાંગી નાંખી; મંદિરો ઊભા રાખ્યા અને ભક્તોને સિને-ટોકિઝ ભેગા કર્યા; તીર્થો ઊભા રાખ્યાં અને શિલ્પ તથા સગવડોના આકર્ષણ ઊભા કરીને એ તીર્થોને હવાખાવાના સ્થળ બનાવી દીધા! સાધુ-સંન્યાસીના વેષ જીવતા રાખ્યા અને એમના દિમાગમાં રાષ્ટ્રસેવાની હવા ભરી દીધી! એમને ધર્મનેતા મટાડી દઈને સાધુ-વેષે લોકસેવક બનાવ્યા! ધર્મના વહીવટી ખાતાના ચોપડા ચોખ્ખા કરવાના નામે તમે એ વહીવટમાં હસ્તક્ષેપ કર્યો; કર ભરવામાં મોટી રાહત આપવાની આકર્ષક યોજના ઊભી કરીને ધર્મસંસ્થાઓને સાર્વજનિક સંસ્થામાં પલટી નાંખી. તમે ભણેલાઓએ પૈસા અને પ્રતિષ્ઠા ખાતર શું શું નથી કર્યું? પણ એક વાત યાદ રાખજો કે જો ધર્મનો પ્રાણ છેલ્લાં ડચકાં લેશે તો રાષ્ટ્રની આબાદી પળભર પણ ઊભી રહી શકશે નહિ.” એક સગૃહસ્થ બોલી ઊઠ્યા, “ઓ! ગ્રામજનો! જવા દો એ બધી વાત. સો વાતની એક જ વાત કરો. એકાદ ઉદ્યોગ અહીં ઊભો કરી દઈએ તો તમને બધી વાતનું સુખ થઈ જશે. એક એક માણસને રોજી-રોટી મળશે. કોઈ ભૂખ્યો નહિ રહે. બસ, ત્યારે આ વાત તો તમે મંજૂર કરી જ લો. આ નહેરુયુગ છે. નહેરુયુગ એટલે ઉદ્યોગયુગ, યંત્રયુગ. અરે! રહેવા દો આ બધી ભભકભરી વાતોના ફડાકા! અમે જાણીએ છીએ કે તમે લોકો આજે યંત્રો પાછળ ઘેલા થયા છો પણ એ યંત્રો વિના માનવીના પોતાના પરસેવાથી અને પુરુષાર્થની અભુત કામો થઈ શકે છે એ તમે કદી જોયું છે? આબુ અને શેત્રુંજયના પહાડો ઉપર રાજસ્થાનમાંથી આરસ લાવીને દહેરાં બનાવ્યાં છે, એને જોવા માટે આખું જગત દોડવું આવે છે. મહારાજા સમુદ્રગુપ્તના વિજયસ્તંભને માટે લોઢું ગાળવાની કોઈ ભઠ્ઠી પરદેશથી નહોતી આવી હોં? અજંતા અને ઈલોરાની ગુફાઓમાં કોતરકામ કરવા માટે એ શિલ્પીઓને કોઈ “કોયના પ્રોજેકટ માટેનાં પરદેશી સાધનોની રાહ જોવી નહોતી પડી. પણ... મારા મહેરબાન, યંત્રો હોય તો કામ વહેલું પતે ને? આ તો સ્પીડનો જમાનો છે સ્પીડનો.” વળી એક સગૃહસ્થ બોલી નાખ્યું. અરે! અરે ! તમને આ બધી વાતોમાં “સ્પીડ'નું કેવું ઘેલું લાગ્યું છે? તમે એક વાત નક્કી સમજી રાખો કે ભારતીયજનનું જો ચારિત્ર સાબૂત હશે તો તમારી યોજનાઓ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104