Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ ૨૪ વિરાગની મસ્તી ‘કમ ખાના ઓર ગમ ખાના;' એટલે બધુંય શાન્તિથી સાંભળી લીધું. પછી એક જુવાનિયો જરા ટટ્ટાર થયો, એની મુખાકૃતિ એમ કહેતી હતી કે હવે એ બહુજ મક્કમ અવાજે એવું કંઈક રજૂ ક૨શે કે જેને સાંભળીને શિક્ષિત સદ્ગૃહસ્થો પણ થોડી પળો માટે તો સ્તબ્ધ થઈ જશે. એણે કહ્યું, ભાઈઓ, તમે તો રશિયા અમેરિકાની સાઠમારીની વાતો જાણી અને ભારતના પ્રાન્તો અને પ્રધાનોનાં નામો પણ જાણ્યા ને? હૂંડિયામણને તો તમે સમજ્યા જ છો ને? ભલે, મને કહેશો કે તમે એ બધું જાણીને મેળવવા જેવું શું મેળવ્યું? મને તો લાગે છે કે તમારા શિક્ષણના પશ્ચિમી ચોકઠાએ ભારતના સંસ્કારધનનો વિનાશ નોતર્યો છે. આજે જેટલા ભણીગણીને ડિગ્રીધારી બન્યા તેમાંના ઘણા ખુરશીએ બેસી જઈને લાંચરુશવતખોર બન્યા! દેશનો ગરીબ વર્ગ પેટે પાટા બાંધી તમને ધન આપે અને તેમાંથી અડધા ઉપરનું ધન આ લાંચરુશવતખોરોના ભંડારોમાં જમા થઈ જાય! કોઈ અપવાદ સિવાય, નાનાથી ઠેઠ મોટા સુધીના બધાયને ધોળેદહાડે સફાઈથી ખિસ્સાં કાતરી નાખવાનું, ગરીબોને નીચોવવાનું સત્તાના નશામાં ચકચૂર બનીને પ્રજાને કચડવાનું તમારા ભણતરે શીખવ્યું કે બીજું કાંઈ? તમારા એવા ભણેલામાં અને ચો૨માં કશોય ફરક અમને દેખાતો નથી. બેય પૈસા લૂંટે, એક કાયદો કરીને તો બીજો કાયદો તોડીને. તમે ભણીને એટલું ય ન શીખ્યા કે દેશની આબાદી માટે આપણે એક ટંક ભૂખ્યા રહીને તેટલું અનાજ દેશને અર્પણ કરીએ! ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેરીને બે ગરીબના નાગાં અંગ ઢાંકીએ! અરે, એ વાત તો દૂર રહી પણ તમારા પ્રધાનોને તો ૩૦-૩૦ હજા૨નાં ફર્નિચરો જોઈએ, ૨૦ હજા૨ની મોટરો જોઈએ! આ ૫૦ હજાર રૂપિયા તો ભારતના ૨૫ માણસોનાં જીવન ફેરવી નાંખે જીવન! પંદર પંદર વર્ષ વીત્યાં તો ય મોંઘવારીનો પારો જરાય નીચે તો ન ગયો પણ હજુ ય ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે. ખોટી હૈયાધારણ આપીઆપીને તમે દેશનો વિશ્વાસ હરી રહ્યા છો એમ નથી લાગતું ? ભારત પ્રગતિના માર્ગે આગેકૂચ કરી રહ્યું છે એમ તો તમે બધાય બોલો છો, પણ જો પ્રગતિ થઈ હોય તો લોકોને જીવનનિર્વાહ જોગી ચીજમાં ય રાહત ન મળે એવું કદી બને ? તમે રહ્યા જ્ઞાની એટલે અમને ગમે તેમ સમજાવી દો તે નહીં ચાલી શકે. તમારે ભણીને આ જ કરવાનું હોય તો અમારે એ ભણતર જોઈતું નથી. એ તમને જ મુબા૨ક હો ! તમારે બોલવું તેમ ચાલવું નહીં અને ચાલવું તેમ બોલવું નહીં. અરે ! તમારા ભણતરની તો શી વાત કરીએ... એક વાર અમને જીવરામ દા’એ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104