Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ વિરાગની મસ્તી એવી વાત કરી હતી કે અમને તો એ કહેતાં ય શરમ આવે છે! રે, અમારા દેશનાં બાળકોની આ દશા?” શહેરી સદ્ગુહસ્થોએ પોતાનો જોરદાર બચાવ કરવાની કોઈ તક મેળવી લેવાની આશાથી તે વાત કરવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે બાજુમાં ઊભેલી ડોશી તાડુકી ઊઠી અને ગામડાના જુવાનિયાઓને કહ્યું, “ખબરદાર! જો એ વાત કરી છે તો ! આપણાથી તે આવું બોલાય! જે મોંઢે ભગવાનનાં નામ લઈએ તે મોંથી આવું કહેવાય! શું તમારે પાન ખાઈને કોયલા ચાવવા છે?'' પણ આજે તો શહેરીઓને જડબેસલાક ચુપ કરી દેવા માટે જીવરામ દા'ના વિદ્યાર્થીઓએ કમર કસી હતી, એટલે તેમણે તો જેવી વાત શરૂ કરી કે ઝટ કાનમાં આંગળી ખોસીને કેટલીક ડોશીઓએ તો ચાલતી જ પકડી. એક જુવાન ગામડીઓ બોલ્યો, “અમારા દા” કહેતા હતા કે, આજે તો આ છોકરા છોકરી ૧૫-૧૬ વર્ષનાં થાય એટલે એમને જાતીય સંબંધોનું ઉઘાડું શિક્ષણ આપવામાં આવે છે. આજનો ૧૬ વર્ષનો છોકરો કે ૧૫ વર્ષની છોકરી જાતીય સંબંધના શાસ્ત્રનો પાર પામી ગઈ હોય છે. આજના કહેવાતા જ્ઞાનીઓની એ માન્યતા છે કે એવું જ્ઞાન આપવાથી એની કામવાસનાની કુતૂહલ વૃત્તિ શાન્ત થઈ જાય છે અને તેથી છોકરા-છોકરી અનાચારને માર્ગે જતાં નથી. મેરી સ્ટોસનાં પુસ્તકોને છોકરા-છોકરીઓ ગીતાની જેમ વાંચે છે. “સેક્સ અને લવ'ની વાતો ગમે તે છોકરો ગમે તે છોકરી સાથે એકાદ ખૂણામાં બેસીને કરી શકે છે.!!!” અમારા દા'ની આ બધી વાતો સાંભળીને અમે તો તાજુબ થઈ ગયા! અધૂરી વાત આગળ ચલાવતા એમણે કહ્યું કે, “ચલચિત્રોની અંદર જાતીય આવેગોને ઉત્તેજિત કરી મૂકે તેવું જ તત્ત્વ બતાવવામાં આવે છે. કેમકે માનવીની એ સાહજિક લાગણીને ઉશ્કેરવાનો એ સફળ ઉપાય છે. બિરાદરો ! અમે દા'ને પૂછ્યું કે, “તેને બદલે સરકાર ધાર્મિક ચિત્રો કેમ રજૂ ન કરે?' જવાબમાં દા'એ કહ્યું કે, “એ ચિત્રોને જોવા કોણ આવે? ધર્મને તો લોકો હંબગ માને છે. ધાર્મિક ચલચિત્રો જોવા લોકો ન આવે, એટલે સરકારને કરવેરા દ્વારા જે ભારે રકમ મળે છે તે ખૂબ જ મોટી હોય છે! એને એ કેમ જતી કરે!” લો, એવી વાત! આજની સરકારને જોઈએ છે પૈસો! એ પૈસાના બદલામાં ભારતીયતા, આર્યત્વ કે સદાચારનું સત્યાનાશ નીકળી જતું હોય તો સરકાર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104