Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ વિરાગની મસ્તી ભારતનું ગામડું એટલે સંતો અને મહંતોનું તીર્થધામ. આ સુવર્ણગઢમાં પણ અનેક સંતો આવતા અને સત્ની વાતો કરતા. જીવરામ દા'ને ઘણા સંતોનો સમાગમ થયો. વિજ્ઞાનવાદ અને ભૌતિકવાદ તો એમણે જાણ્યો જ હતો, પણ આ સંતોના સુભગ સમાગમે એમને અધ્યાત્મવાદ પણ થોડો થોડો જાણવા-શીખવા મળ્યો. સંતોના સેવક સમા જીવરામ દા” વર્ષો જતાં ખૂબ જ્ઞાની બન્યા અને તેની સાથે સાથે સંતના જીવનનો આસ્વાદ પણ મેળવવા લાગ્યા. સત્સંગના પરિણામે એમનો જીવનવ્યવહાર અત્યંત નિર્મળ બન્યો હતો, એમની ચિત્તવૃત્તિઓ ખૂબ જ શાંત અને સ્વસ્થ થઈ હતી. એમના મુખ ઉપર સાત્વિકતાનું ઓજસ્ તરવરતું હતું. એમની આંખોમાં પ્રેમનું સરવરીયું છલોછલભર્યું દેખાતું હતું. બાળકની સાથે બાળ બનતા અને મોટાની સાથે એ ગંભીર બનતા. શું બાળ કે શું વૃદ્ધ, સહુ એમની પાસે આવતાં, સુખદુઃખની વાતો કરતાં, અને દા' પણ લાગ જોઈને એમના જીવનને સદાચારની સન્મુખ બનાવવા કોશિષ કરતા. નદીના કાંઠે વિશાળ વડલો હતો. હશે બસોત્રણસો વર્ષ જૂનો. લોકોએ ભેગા મળીને વડલા નીચેની જમીનને ગારથી લીંપીને સમતલ કરી દીધી હતી. - સાંજ પડે કે જીવરામદા ઘરેથી નીકળતા. હાથમાં લાકડી હલાવતા હલાવતા ધીમે પગલે વડલા ભણી ચાલતા. વડલે આવીને લાકડી બાજાએ મૂકતા અને “હે! પરમાત્મન્ !” કહીને વડલાના થડને ટેકીને બેસતા. પછી, એક પછી એક ગામનું માણસ આવતું જતું. ધીમે ધીમે અડધા કલાકમાં તો બસો જેટલી સંખ્યા થઈ જતી. બરોબર નવ વાગતા કે દા” ખોંખારો ખાઈને ટટ્ટાર થતા અને પછી ધર્મગોષ્ઠી ચાલતી, વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતા, રમૂજ પણ ફરી વળતી અને ક્યારેક બધાં ગંભીર પણ થઈ જતાં. પણ એ બધો ય દોર દા'ના હાથમાં હતો. એમને ઠીક લાગે તેમ આખી સભાને દોરી જતા. રાતે ૧૧-૧૨ વાગતા કે સભા વીખરાઈ જતી. સહુ સહુના ઘરે પહોંચીને ખાટલે લેટી જતાં. ગામના જીવોનો આ નિત્યક્રમ હતો. ઘરદીઠ ઓછામાં ઓછું એક-બે જણ તો ત્યાં આવતું જ. સુવર્ણગઢના એ બે મોટા સ્તંભ હતા. વિમળશેઠ અને જીવરામ દા. શેઠ લોકોને બાહ્ય સુખ સગવડ આપવા તરફ વિશેષ ધ્યાન દેતા. જ્યારે જીવરામ દા આત્તર શાન્તિ તરફ સહુનું ધ્યાન કેન્દ્રિત કરવા સદેવ કોશિશ કરતા. ગમે તેવાં ભીષણ દુઃખદર્દીને ભુલાવી દેવા આ બે માણસોનું સાન્નિધ્ય બસ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104