Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ વિરાગની મસ્તી હતું. દવાના પડીકાની પણ જરૂર રહેતી નહિ. લોકો ક્યારેક વિચારે ચડતાં કે બેમાં વધારે મોટું કોણ? વધુ બળવાન કોણ? વધુ વજન કોનું? બુદ્ધિના ત્રાજવે બેયને બેસાડતાં! પણ બે ય પલ્લાં એકદમ સરખાં જ રહેતાં. ત્યારે ટીકીટીકીને લોકો જોવા કોશિશ પણ કરતા કે તસુભાર પણ કોઈ પલ્લું નમ્યું છે ખરું? પણ એમાં તેમને સફળતા મળતી નહિ. આવા હતા આ ગામડાના બે પ્રાણવાન માણસો. ભારતની જનતાને મન જેટલું મહત્ત્વ રાષ્ટ્રપતિનું અને નહેરુજીનું હતું તેટલું જ મહત્ત્વ સુવર્ણગઢના દરેક માણસને વિમળશેઠ અને જીવરામદાનું હતું. તેટલું જ માન આ બેયને સહુ આપતા! ભારતના નેતાઓને સત્તાથી કામ લેવું પડે પણ આ બે મહારથીઓએ તો સત્તાનો હંટર પાસે રાખ્યો જ ન હતો. પ્રેમ અને કરુણાના કોમળ સ્પર્શે જ તેઓ કોઈ પણ કાર્ય કરાવી શકતા હતા.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104