Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ વિરાગની મસ્તી અને હિમાળાની કડકડતી ઠંડી વચ્ચે ય સદા લીલોછમ ઊભો રહે.. ન એને કોઈ તાપ નડે, ન કોઈ સંતાપ અડે... બરોબર, આવા વડલા જેવો જ હતો વિમળશેઠ. આવા શેઠના ધર્મની સહુ પ્રશંસા કરે એમાં શી નવાઈ? સહુ કહેતા, “કેવા શેઠના ભગવાન! કેવી સબુદ્ધિ આપી છે, જુઓ તો ખરા! આપણે તો અંતરથી નમીએ એ ભગવાનને, અને એના આ ભક્તને!'' ગામની ડોશીઓ કહેતી, “વિમળ ખરેખર તું વિમળ જ છે!” મોટી ઉંમરના ડોસા કહેતા, વિમળ, તારા પુણ્યપ્રતાપે જ આ ગામડું મોજથી શ્વાસ લઈ રહ્યું છે.' યુવતીઓથી બોલાઈ જતું, “શેઠ હજાર વરસના થજો.” નવયુવાનો કહેતા, શેઠ, કાંઈપણ કામ હોય તો, મધરાતે જગાડજો. જરાય સંકોચ રાખશો નહિ.” ગામના નાનાં નાનાં બાલુડાં જેટલી વાર શેઠની દુકાનેથી પસાર થતાં તેટલીવાર શેઠને નમસ્કાર કરતાં... ડોશીઓની દુઆથી, સંતોના આશિષોથી, યુવતીઓની મંગલવાણીથી અને યુવકોના પ્રેમથી શેઠનું બાહ્યજીવન સુખસામગ્રીથી ભર્યું ભર્યું રહે તેમાં શી નવાઈ ! છતાં શેઠ એ સુખસામગ્રીથી નિરાળા હતા. એમને તો વિષયભોગોમાં એવો કોઈ રસ ન હતો. ખાવાપીવાના શોખ કરવાનું એ શીખ્યા ન હતા.. એમને તો પ્રિય હતા એમના વીતરાગ ભગવાન અને એની ભક્તિ.... ભક્તિના તાનમાં ભક્ત ભાન ભૂલતા. ભગવાનની આજ્ઞાને ઝીલવા ભક્ત સદૈવ તત્પર રહેતો. મંદિરમાં એને ભગવાન દેખાતા. મંદિરની બહાર એને સઘળાય જીવો દેખાતા. ભગવાને એ જીવો ઉપર અસીમ કરુણા વરસાવી હતી. તેનો સાચો ભક્ત પણ એ જ કહેવાય, જેને સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ હોય. જે સર્વનો મિત્ર હોય, પોતાના જીવનના સુખ ખાતર કોઈના પણ જીવનના સુખનો ભોગ લેવા જે લાચાર હોય. ભગવાનના ભક્તની આ જ સાચી ભક્તિ. ભક્તિના પાયા ઉપર સાધનાની ઈમારત ચણાઈ હોય તો જ તે ઊભી રહે, બીજી તો ભાંગીને ભુક્કો થાય. > ALITY 00000039

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104