Book Title: Viragni Masti Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 8
________________ ८ વિરાગની મસ્તી પ્રામાણિકતાના મૂલ્યોએ જ એ માનવને આંતરશાન્તિની બક્ષિસ કરી હતી. વિજ્ઞાનનો માપદંડ તો માત્ર દૈહિક સુખ રહ્યો છે. તેનાં મૂલ્યો છે કાર્યક્ષમતા અને વેગ. ત્યાં નિષ્ઠાને, પ્રામાણિકતાને કે સચ્ચાઈને કશી લેવાદેવા નથી. ‘સાધ્યને સાધો, લક્ષ્યને આંબો, રસ્તો ગમે તે હશે તે ચાલશે.' આ છે વિજ્ઞાનયુગનો પુકાર. નવા માપદંડમાં ‘દુરાચાર’ જેવી કોઈ વસ્તુ જ નથી. કોઈપણ ભૂલ એ વૃત્તિનું સ્ખલન માત્ર ગણાય છે. વૃત્તિનો પ્રાકૃતિક આવેગ ગમે તેવો હોય એને વહી જવા દેવો એ જ વિજ્ઞાનનું માનસ. જેને જૂના જમાનામાં સંસ્કાર કહેવાતા એ નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવાયા! શિસ્ત અને સંયમ સામે બંડા પોકારનારા ક્રાન્તિકારી ગણાયા! ટૂંકમાં, આજના સમાજના વૈજ્ઞાનિક ધોરણોના સ્ટીમરોલરોએ સંસ્કારોને કચડી નાંખ્યા! કેટલાય જીવનોને રહેંસીપીંસીને એનાં કૂચા કરી નાંખ્યા! એક બાજુ માનવમાં નિર્વીર્યતા અને નિરાશા પ્રેર્યા અને આધ્યાત્મિક કટોકટી સર્જી, બીજી બાજુ હેતુવિહીનતા (meaninglessness)ની સ્થિતિ જન્માવી. વિજ્ઞાનને મન દિશા જ મહત્ત્વની વસ્તુ છે. ચાલ જ મહાન પરાક્રમ છે. ઉદ્દેશ સાથે એને કોઈ લેવાદેવા નથી. જ્યારથી માનવે વિજ્ઞાનના આધારે જોવા-જાણવાનું અને જીવવાનું શરૂ કર્યું ત્યારથી એનાં સુખ, સંતોષ અને શાન્તિનાં વળતાં પાણી થયાં. જીવન નીરસ અને જડ બન્યું! માનવ હિમાલયની ટોચે ચડી આવ્યો. આકાશને માપી આવ્યો. આકાશમાં ચૌદ ચૌદ દિવસ સુધી રહી આવ્યો. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના સીમાડાઓ ખૂંદી આવ્યો ! ‘હોલીડે હોમ’માં પ્રાકૃતિક રસ માણી આવ્યો! સાગરના પેટાળમાં જઈ સૂઈ આવ્યો ! પૃથ્વીનાં પડ ભેદી આવ્યો. એણે પૃથ્વીનો કણકણ તપાસી નાંખ્યા. એમાં ભયંકર વેગે દોડતાં ઈલેકટ્રોન પ્રોટોન અને નાઈટ્રોનને નાથી આવ્યો. કોમ્પ્યુટરો પાસે સેંકડો જીવતા માનવોનાં કામ કરાવી આવ્યો. ગુણાકાર ભાગાકાર કરવાનું જંજાળી કામ એમને સોંપી ‘હાશ’ કરી આવ્યો... પણ તો ય આજે એ અશાન્ત છે... એને ક્યાંય જંપ નથી- ચેન નથી, સુખ અને શાંતિ નથી... છે માત્ર હાયવોય અને એના અંતરમાં વિરાટ શૂન્યાવકાશ! શાથી? હેતુવિહીન જીવન જીવવાથી જ ને ? જીવનનો સાચો અર્થ ન કરવાથી જ ને ? સુખદ ભ્રમ વારંવાર તૂટી પડવાથી જ ને ? હજી પણ એ આર્ય સત્યોનો સ્વીકાર કરવામાં આવે... મૃત્યુની પેલે પારની કો'ક દુનિયાને ચિંતનપથમાં લાવવામાં આવે તો...Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104