Book Title: Viragni Masti Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 7
________________ વિરાગની મસ્તી એવો તો અટવાયો છે કે એ ભ્રાન્તિની જીવલેણ ભીંસમાંથી છટકવાનો પ્રયત્ન સુદ્ધાં નથી કરતો. પરિણામ ? વૈજ્ઞાનિક સાધનોનો સ્વામી બનવા જતાં બિચારો માનવી એનો જ ગુલામ બની રહ્યો. મામૂલી ગુલામ નહીં પણ સ્વામી હોવાની ભ્રમણામાં રાચતો ગુલામ. વિજ્ઞાને આ ગુલામની આંખોને પોતાના ચશ્માંના રંગીન કાચથી એવી મઢી દીધી કે એનું જીવનદર્શન આખુંય બદલાઈ ગયું. જીવનઘડતરની પ્રક્રિયાઓમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું. આદર્શો બદલાયા અને જીવનનાં મૂલ્યાંકનો તથા માપદંડો પણ બદલાયાં. હા, બધું જ બદલાયું પણ સરવાળો? સરવાળો એ જ કે માનવી એક ક્ષુદ્ર “જન્તુશો' બની રહ્યો- પોતાની જાત મહાન છે એવી ભ્રમણા સેવતો ક્ષુદ્ર-અતિશુદ્ર! વૈજ્ઞાનિક દૃષ્ટિ પ્રમાણે એકવીસમી સદીનો માનવ એટલે યાંત્રિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયાની એક બેઢંગી નીપજ! પાર્થિવ દૃષ્ટિએ આજનો માનવ ભલે પોતાને સક્રિય માનતો હોય છતાં આંતર દૃષ્ટિએ તો એ સાવ જ અક્રિય બન્યો છે. યંત્ર યુગનો અભિશાપ જો કોઈ ઉપર ખરેખર ઊતર્યો હોય તો તે વિજ્ઞાનવાદમાં વટલાયેલા માનવપ્રાણી ઉપર જ ઊતર્યો છે. વર્તમાન વિશ્વને યંત્રયુગની સાચી દેન આ સજીવ યાંત્રિક માનવ જ છે. રે! જે માનવ અંધકારમાં અનેકોને દોરતો મશાલચી હતો, જે અનેકોના મૂરઝાઈ ગયેલા જીવનબાગમાં પ્રેમ અને શૌર્યનાં પાણી રેડતો હતો; દુઃખિતોના જે આંસુ લૂછતો; ઘાયલોના જે ઘાવ રુઝાવતો; એ માનવ આજે કશાકથી દોરવાઈ રહ્યો છે. જાતને દોરવા જેટલી શક્તિ પણ તેનામાં દેખાતી નથી! કોણે એની મરદાનીયતને રહેંસી નાંખી? કોણે એના મનને બૂઠું બનાવી દીધું? વિજ્ઞાને તેના જીવનમાં નવા જ પ્રકારનો નિયતિવાદ-પ્રારબ્ધવાદ પ્રેર્યો છે. માનવ, એને પોતાને ખબર પણ ન પડે તે રીતે સંયોગોનો અને અગોચર પરિબળોનો ગુલામ બની ચૂક્યો છે. ટૉલ્સ્ટોયની ‘પાગલ’ નામની એક વાર્તામાં આવે છે તેમ વૈજ્ઞાનિક યુગના માનવને પણ એવું જ થયું છે, “હું કોણ? મારું શું ઊપજે ? હું ક્ષુદ્ર-પામર જીવ!” નવા પ્રકારના આ પ્રારબ્ધવાદે માનવને પામર બનાવી દીધો છે. વિજ્ઞાનનાં મૂલ્યો અને માપદંડો પણ આર્યદેશના પરંપરાગત નીતિમૂલ્યોથી સાવ નિરાળા અને વિરોધી છે. જૂના વખતના નીતિમૂલ્યો માનવના આંતરમનની જરૂરિયાતોને લક્ષમાં લઈને આકારાયાં હતાં. ત્યાં દૈહિક સુખ કરતાં આંતરસુખ ઉપર ધ્યાન વિશેષ કેન્દ્રિત કરવામાં આવતું હતું. સત્ય, સંયમ, શિસ્ત અનેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104