Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ વિરાગની મસ્તી જ્યાં આ વિજ્ઞાન ન હતું અને આજના સુખ પણ ન હતાં છતાં હતી એ સુખોને ય યૂ કરાવવાની તાકાત બક્ષે તેવી ચિત્તની અપૂર્વ શાન્તિ; જ્યાં આ પ્રલોભનોના ખડકલા ન હતા છતાં ઊભરાતા હતા આનંદ અંતરમાં અને તરવરતાં હતાં ઓજસ તનબદનમાં; જ્યાં આજની કાન ફાડી નાંખે તેવી વિશ્વશાન્તિની વાતો ન હતી છતાં સર્વત્ર છવાઈ ગઈ હતી શીતળ છાયા પ્રેમ અને મૈત્રીની. જો માનવે માનવને ચાહવો હશે, જીવે જીવને પ્રેમ કરવો હશે તો નિત્ય નવા ખડકાતાં સુખનાં સાધનોના ખડકલાથી નજર ઉઠાવી લેવી પડશે. દુઃખને ભયાનક માનવા કરતાં, એનાથી ભાગી છૂટવા કરતાં સુખને જ ભયંકર માનવું પડશે. એના સાધનોથી નાસભાગ કરવી પડશે. વિશ્વના તમામ વિધાનોને એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં જ વિધાન મૂકો! સુખ જ ભયંકર છેઃ તમે માનો કે ન માનો, પણ આ બીજાં પલ્લું જ નમી જશે. કેમકે એ માત્ર વાક્ય નથી, મહાવાક્ય પણ નથી, એ તો છે કોટાનકોટી મહાવાક્યોના તાત્પર્યોનું પણ તાપત્યં; રહસ્યોનું પણ રહસ્ય: સત્યોનું પણ સત્ય. સુખથી ભાગો અને સાચા અર્થમાં સુખી થાઓ. કહેવા-સમજવાની આ વાત નથી, તમે એનો પ્રયોગ કરો અને જાઓ. જરા વાર માટે ભલે વેગળી મૂકો મોક્ષની વાતોને, અને દૂર મૂકો પરલોકની સત્ય હકીકતોને. મૃત્યુનો તો તમે હૃદયથી સ્વીકાર કરો છો ને? તો એટલું જ પણ બસ છે, મૃત્યુના એ બિહામણા દૃશ્યને તમારી આંખ સામે ખડું કરી દો; નજરોનજર નિહાળી લો તમારી સ્મશાનયાત્રાને; જોઈ લો ભડકે જલતી પ્રાણવિહોણી કાયાને, પછી જેની ઇંટેઇટમાં રાગ વ્યાપી ગયો છે, જેના રોમરોમમાં પ્યાર પ્રસરી ગયો છે તે અલિશાન ઈમારત કે તે પ્રિયતમા વગરે સ્વજનો નહિ ગમે.. જોવાય નહિ ગમે. ખાવું પણ નહિ ભાવે. રાત્રે ઊંઘ પણ નહિ આવે. મન વિચારે ચડશે, “પ્યારની દુનિયાનો આવો કરુણ અંજામ! પીરસાઈ ચૂકેલું ભોજનનું ભાણું એકદમ ઝૂટવાઈ જવાનું! જીવનની ખેતી કરી નાંખીને લોહીના આંસુ પાડીને મેળવેલી સમૃદ્ધિ એટલે માત્ર પત્તાનો મહેલ ! યમરાજની એક જ ફેંકે ધૂળભેગો! હાય! વિનાશી વિશ્વની આ તે કેવી દર્દભરી કહાની! કરુણતાની કેવી પરાકાષ્ઠા ? વિશ્વની વિનાશિતાનો આ વિચાર જડ ઉપરનો રાગ-મિટાવી દેશે; જીવ ઉપરના લેષભાવનો ખાત્મો બોલાવી દેશે. પ્રસ્તુત કથાનો ઉદ્દેશ આ જ છે; “વિશ્વની વિનાશિતાને આંખે આંખ દેખાડી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104