Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ વિરાગની મસ્તી કરવા માંડી છે તેને તો નવી જરૂરિયાતો ઊભી થતી નથી અને જૂની કલ્પેલી જરૂરિયાતોનો હિમાલયન ખડકલો કડડડભૂસ કરતો તૂટી પડે છે. પછી બાકી રહે છે માત્ર સુખ.. ચિત્તશાન્તિનું અપૂર્વ ગીત. - વિજ્ઞાનવાદે સર્જેલી કરુણ હોનારતોમાંથી માનવે મુક્ત થવું હશે, પ્રેમ અને વાત્સલ્યની ગંગા ચોમેર વહેવડાવવી હશે, ચિત્તની અપૂર્વ પ્રશાન્તવાહિતાને માણીને સ્વર્ગ-મોક્ષના આનંદને પણ વીસરી જવા હશે તો.... સુંદર માત્રમાં ધરબાયેલા નશ્વરતાના કલંકને આંખેઆંખ જોઈ લેવું પડશે. જરા આંખ મીંચી દો. હજી કાલે જ પ્રભુતામાં પગલાં માંડેલી કોડભરી પેલી ગભરુ બાળાના લલાટેથી શું સાઈ જતું સિન્દુર જુઓ ! રડી રડીને સૂજી ગયેલી એની આંખો જાઓ! એના અરમાનો સાથે ભડકે બળતી પ્રિયતમની ચિતા જાઓ ! આગના એ લબકારાઓ ના પ્રકાશમાં નજરે ચડી જતાં એના સસરાનું - આઘતના આંચકે લબડી પડેલું - ગરદને લટકતું - જોયું ન જાય તેવું ભગ્ન મુખ જાઓ ! ફરી આંખ મીંચો! જાઓ પેલા કેન્સરના દર્દીને! ભીંત સાથે માથું અફાળે છે, માથાની કારમી શૂળ વેદનાની પરાકાષ્ઠાને સહન કરવાના કેવા વ્યર્થ ફાંફાં! તમને કાન છે ને? તો સાંભળો એની હૃદયને ચીરી નાંખતી ચીસોને! ફરી આંખ મીંચો! જાઓ પેલા કોટાનકોટિ ધનના કુબેરપતિની ઊભીને ઊભી ભડકે બળતી ઈમારતને! બારીએ ઊભા રહીને અસહાયતાની ચીસો નાંખતા શેઠજીને ! જોઈ લ્યો શ્રીમંતાઈની ભવ્યતાની અને શ્રીમતીના સૌંદર્યની એક સાથે રાખ કરી નાંખતી કાળઝાળ આગોને! બધું જ નશ્વર! તો ક્યાં પ્રીત કરવી? કોને દિલ દેવું? ક્યાં ઠરીને બેસવું? રે, સ્યુટનિક યુગના માનવ! તને આંખો મળી જ છે તો માત્ર સૌંદર્યને જોઈને તારા આત્માને અન્યાય ન કરીશ; તને કાન મળ્યા છે તો માત્ર ગીતોના પંચમ સ્વરને જ સાંભળીને તારા જીવન સાથે રમત ન રમીશ. તારે જોવું જ હોય તો બધું જ જોઈ લેજે. દેહની ગુલાબી જોવા સાથે એની અશુચિ પણ જોઈ લેજે.... સાંભળવું જ હોય તો બધું જ સાંભળજે. પંચમ સ્વરોની હલક સાંભળવા સાથે સાથે એના પરિણામે સર્જાનારી કરુણ ચિચિયારીઓ પણ સાંભળી લેજે. વિશ્વની વિનાશિતાનો આ વિચાર માનવને અઢળક પ્રલોભનોની નાગચૂડમાંથી બેશક મુક્ત કરી શકે છે. અને પાછા પગલે એને લઈ જાય છે. સત્તરમી સદીમાં.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104