Book Title: Viragni Masti Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 5
________________ વિરાગની મસ્તી યુગનાં અનિષ્ટો બતાવી તેમાંથી છૂટવા વિરાગનું તત્ત્વજ્ઞાન અનિવાર્ય શરણ છે, ” એ પણ તેઓશ્રીએ સુંદર રીતે બતાવ્યું છે. વિમલ શેઠ અને જીવરામદા દ્વારા તેઓએ સામાજિક અને ધાર્મિક આદર્શ રજૂ કર્યા છે. શુષ્કદમન કે દબદબાભર્યા પાંડિત્યથી જીવનનો અવાજ ગુંગળાઈ જાય છે. પછી ત્યાં સ્વપ્ન નથી રહેતું, સંગીત નથી રહેતું, શિલ્પ પણ નથી રહેતું. અહીં સ્વપ્ન માત્ર નિદ્રાનું નહિ. અનંતની પ્રતીક્ષામાં ઝૂરતા હૃદયનું સ્વપ્ન અભિપ્રેત છે. - સંગીત માત્ર શબ્દો અને સુરોનું નહિ પણ વિચાર, ભાવના અને કર્મની સંવાદિતાનું હોય. શિલ્પ માત્ર ખરબચડા પત્થર ઉપરનું નહિ પણ જીવનનાં સુષુપ્ત સૌંદર્યને સાકાર કરતું હોય. આ સ્વપ્ન, સંગીત અને શિલ્પ દ્વારા જેનામાં આત્મમસ્તી જાગે છે તે સાધુ છે. પૂ. ચંદ્રશેખરવિજયજી મહારાજ આવા સાધુપુરુષ છે અને તેમની કૃતિ એક જીવંત સર્જન બની છે, કારણ કે સાધુ જેને સ્પર્શે છે તે તેની સાધના બની જાય છે. લેખકઃ વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ (૧૦, શાકુંતલ, માનવ મંદિર રોડ, મુંબઈ- ૬)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 104