Book Title: Viragni Masti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ ૪ વિરાગની મસ્તી જરૂર છે જીવનને જેવું છે તેવું જોવાની. સીધાસાદા, સરળ જીવનને સમજીને સ્વીકારવાની. અહંનું વિસર્જન કરી યથાર્થ વિશ્વદર્શન કરવાની. વિરાગની મસ્તી આ દર્શનમાંથી જ ઉત્પન્ન થાય છે. માનવે સમાજરહિત, પ્રતિષ્ઠારહિત અને પ્રાપ્તિરહિત થઈને તેની અનંત એકલતામાં ઊભા રહેવાનું છે. મહામૌનના નિઃસ્તબ્ધ સૂનકારમાં લીન થવાનું છે. એકાંત અને મોનની કઠોર તપશ્ચર્યાથી તેનું સાંસારિક અસ્તિત્વ જલાવી દેવાનું છે. સાંસારિક મૃત્યુ તે જ ધાર્મિક જન્મ છે. વિરાગની મસ્તી આ રીતે જન્મે છે. આજે મારો એક મિત્ર “મસ્ત’ શબ્દનો વારંવાર ઉપયોગ કરે છે. કોઈ ફિલ્મ જોઈ આવશે તો કહે છે, “ફિલ્મ મસ્ત છે” કોઈ ફેશન મોડેલ જોશે તો કહેશે “મસ્ત છે.” પણ વીતરાગને જોશે તો તે તેને મસ્ત નથી લાગતા પણ સુસ્ત લાગે છે. મસ્તી અને સુસ્તીનું ગણિત દુનિયાનું જુદું છે. જનનું જુદું છે અને જેનનું જુદું છે. લોકો તે મસ્તી દુનિયામાં શોધે છે. સાધુ તે મસ્તી જીવનમાં શોધે છે. જીવનથી ઊચું બીજું કાંઈ જ નથી. કારણ જીવન કશું જ નથી પણ સ્થળ, સમય અને સંયોગ દ્વારા વ્યક્ત થતાં “તમે' જ છો. આ જીવન જ સાધનાની કર્મભૂમિ છે. જીવનને ચાહવું તે જ મોટી વસ્તુ છે. ભગવાને દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ એ માટે કહ્યો કે તમે દુનિયાના નહિ પણ જીવનના પ્રેમમાં પડો. આજે માનવ અકાળે વૃદ્ધ થતો જાય છે. તેનું અમર યોવન તેણે ગુમાવ્યું છે. ક્યાં છે એ માનવી જે સદા તાજગી ભર્યો છે? સદા પ્રફુલ્લિત છે? ચિરઉલ્લાસમય છે? આજે રોજ નવી નવી શોધો થાય છે. પણ આજની દુનિયાને સૌથી વધુ જરૂરની શોધ તો આ અમર યૌવનની છે. પહાડો ઘાસની ગંજીની જેમ તૂટી પડે છે, સમુદ્રો સુકાય છે, ફૂલોની જેમ સર્વ કાંઈ કરમાઈ જાય છે પણ શાશ્વતતાને વરેલો આત્મા અક્ષય યૌવનને પામ્યો છે. વિરાગની મસ્તી જેને મળે છે, તે આવો અમર યુવાન છે. અકાળે વૃદ્ધ થતા માનવીઓની બનેલી આ વીસમી સદીમાં શાશ્વત યોવન અને ચિરઉલ્લાસની શોધ અત્યંત જરૂરી છે. પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની વિરાગની મસ્તી' વાંચી અને આવા વિચાર સ્ફર્યા. આજે જીવન ખરે જ “મહીકાંઠા ઉપર આવેલા સુવર્ણગઢની એ અબળાની જેમ' કૂવો પૂરવા જેવું સસ્તું થઈ ગયું છે. ભૌતિકવાદનું એ અનિવાર્ય પરિણામ છે. પુસ્તકમાં જે પ્રશ્ન ઊઠયો છે કે ભારતીય કલેવરનું નવનિર્માણ કે ભંગાણ?' તે પ્રશ્ન પટાવાળાથી પ્રધાન સુધી સહુએ જાતને પૂછવા જેવો છે. આ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 104