Book Title: Vidushak Author(s): Govind Keshav Bhatt Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ - ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના આ મારું સ્વતન્ન, સંશોધનાત્મક પુસ્તક “વિદૂષક (જે સામાન્ય રીતે ઘણાએ મારે પીએચ. ડી. ને શોધનિબંધ હોવાનું ભૂલથી માની લીધું છે) પહેલી વાર અમદાવાદની ન્યૂ ઓર્ડર બૂક કંપનીએ ૧૯૫૯માં પ્રકાશિત કર્યું હતું. તેનું મેં કરેલું મરાઠી રૂપાંતર કોલ્હાપુરના મહારાષ્ટ્ર ગ્રંથ ભંડારે 1960 માં પ્રકાશિત કરેલું, અને તે માટે મને રાજ્ય સરકારનું પારિતોષિક મળેલું. તે પછી મારા મિત્ર અને સહકાર્યકર ડે. ચંદુલાલ દૂબેએ કરેલે તેને હિંદી અનુવાદ ૧૯૭૦માં અલાહાબાદના સાહિત્ય ભવન પ્રા. લિ. તરફથી પ્રકાશિત થયા. હવે તેને ગુજરાતી અનુવાદ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થાય છે. આ માટે હું તે સંસ્થાનો તથા ખાસ કરીને ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રા. દલસુખ માલવણિયાને અને વર્તમાન અધ્યક્ષ ડો. નગીન શાહને આભારી છું. આ પ્રસંગ. મારે માટે ઘણે સુખદ છે, કેમ કે હું બાર વરસ (1944-56) ગુજરાત કોલેજની (અને પરોક્ષપણે ગુજરાત યુનિવર્સિટીની) સેવામાં હતું, અને મને સતત એવી ઊંડી લાગણી રહ્યા કરી છે કે ગુજરાતનાં વિદ્યાકીય અને બૌદ્ધિક જીવનમાં વધુ નહીં તે કશોક પ્રતીકાત્મક ફાળો આપીને મારે ગુજરાત પ્રત્યેનું મારું ઋણ અદા કરવું જોઈએ. હું આશા રાખું છું કે મારું પ્રસ્તુત પ્રકાશન આ ભાવનાથી અને મારી સસ્નેહ કૃતજ્ઞતાના ચિહ રૂપે સ્વીકારાશે. આ ગુજરાતી રૂપાંતર મારા ભૂતપૂર્વ સહકાર્યકર ડો. એસ. એન. ડૅડસેએ તૈયાર કર્યું છે. તેઓ ઔરંગાબાદની સરકારી આસ અને સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક છે. વડોદરા જિલ્લાના વતની હોઈને તેમણે શાળાનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં લીધેલું, અને ઉચ્ચ શિક્ષણ મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં. આ માટે તેમને, તથા ગુજરાતી અનુવાદને તપાસી, તેના મુદ્રણકાર્યની અને સૂચિની ગોઠવાઈ કરવા માટે પ્રા. માલવણિયા તથા ડે. શાહને હું આભાર માનું છું. ડે. અહ એક વારના મારા વિદ્યાથી હેઈને તેમને હું આભાર માનું છું તે તેમને ગમશે નહીં, છતાં તેમના પ્રત્યે તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રત્યે મારે હાર્દિક ઋણભાવ વ્યક્ત કર્યા વિના હું રહી શકતા નથી. આ પુસ્તકમાં મારી મૂળ કૃતિ ઉપરાંત, વિદૂષકની ટોપીના ક્રમિક વિકાસની જે એક કહી મને અજંટાના ગુફાચિત્રમાંથી મળી આવી તેને લગતા શોધનલેખને પણ પહેલી વાર સમાવેશ સ્વરૂપની આપણું સમજ તેનાથી વધશે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346