Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 7
________________ પુરૂષનું જીવનચરિત્ર મેળવવા ઘણે પ્રયત કરવામાં આવ્યું, જે જીવનચરિત્ર તેજ ઉપાશ્રયના ભંડારમાં છે, છતાં અંધશ્રદ્ધાળુઓ તરફથી તે મળવું દુર્લભ થઈ પડેલ છે. આ મહાત્માએ ઘણું સઝગાય, ઘણાં સ્તવને, દેવ વંદન, રાસાએ, ચઢાળીયાએ, પાઈઓ ગુર્જર ભાષામાં કવિતારૂપે બનાવેલાં છે, જે ઉપરથી તે કાળની ગુજરાતી ભાષાનું અને કવિત્વ શક્તિનું અપૂર્વ જ્ઞાન તેઓ ધરાવતા હતા એમ સિદ્ધ થાય છે. આ વીરવિજ્યજી મહારાજે અષ્ટપ્રકારી, ચેસઠ પ્રકાર, નવાણુ પ્રકારી, બાર વતની, અને પીસતાળીશ આગમ વગેરેની પૂજાઓ બહુ સારી, સાદી ભાષામાં મનહર રાગરાગણુઓમાં, તેમજ દેશીમાં બનાવેલી છે. આ જમાનામાં અંગ્રેજી કેળવણીના પ્રતાપે સમજણ વધવાથી હેતુ અને કારણે તેમજ ભાવાર્થ જાણીનેજ દરેક પ્રવૃત્તિ કરવી, એ માન્યતાને અગ્ર પદ અપાયું; જેથી અમારી ઈચ્છા એવી થઈ કે, વીરવિજયજી મહારાજની પૂજાએ બીજા આચા ની પૂજા કરતાં હાલમાં વધારે ગવાય છે, તે તેના અર્થ અને ભાવાર્થ સમજાય તેવું એક પુસ્તક કરવાની જરૂર છે. આ ઉપરથી પ્રસિદ્ધવક્તા મુનિમાહરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજને વિનતિપૂર્વક આગ્રહ કરવામાં આવ્યુંતેઓશ્રીએ અમારા આગ્રહને સ્વીકાર કર્યો. આ મહાત્માશ્રીને પરીશ્રમ આપણે એ પ્રકારને જ હાલ જોતા આવીએ છીએ. સામાયક શું ચીજ છે, તે સમજાવવા ખાતર સામાયકસૂત્ર નામનું પુસ્તક દેશાઈ મેહનલાલ દલીચંદ મારફત બહાર પડાવ્યું, તેમજ પ્રભુ દર્શન કેવી રીતે કરવાં જોઈએ, તે સમજાવવા ખાતર જિન દેવદર્શનની પડી પણ બહાર પડાવવા મહેનત લીધી, તેમજ ચોસઠ પ્રકારી પૂજા, જે વીરવિજયજી મહારાજની જ કરેલી છે, તે અર્થ સાથે બહાર પડાવવામાં આ જ મુનિશ્રીને પ્રયાસ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68