________________
કડુ છ–ધૂપ ધાણામાંને સંપૂર્ણ ધૂપ દહન થઈ ન રહે, ત્યાં પર્વત પ્રાણાંત ઉપસર્ગ થાય, પણ મારે અહીંથી ખસવું નહિ. એવામાં કઈ યક્ષિણીએ આકાશ માર્ગે આવતાં પિતાના સ્વામી યક્ષને કહ્યું કે, આ યુવાન પુરૂષ સુધી ધૂપને દહન કરી સવસ્થાને જાય નહિ, ત્યાં સુધી ક્ષણવાર અત્રે વિમાનને ભાવે. યક્ષે સ્ત્રી હઠ વશ બની વિમાનને ભાવવું પડયું, પછી યક્ષિણીના દુરાગ્રહથી તેણે ધાર્યું કે, હું કાંઈક ઉપદ્રવ કરી આ પુરૂષને પિતાના સ્થાનથી ચલાયમાન કરૂં, કે જેથી આ સ્ત્રી અહીંથી ગમન કરવા હા પાડે, એમ વિચારી તે યક્ષ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી વિનયંધર પાસે આવ્યું, જે જોઈ સર્વ નાશી ગયા, માત્ર વિનયંધર ત્યાં સ્થીર રહે. આથી ફુદ્ધ બની તે એ વિનયંધર મૃત્યુ પામે એ ઉપાય રચવા ઉઘુક્ત થયે, અને સર્પનારૂપે વિનયંધરના શરીર વીંટાઈ વળે, અને ભરડે દઈ હાડને મરડી નાખી ઘણી પીડા કરી, પણ વિનયપર ચલાયમાન થયે નહિ, એથી યક્ષે પ્રસન્ન થઈ તેને વગર માગ્યે સર્પનું વિષ ઉતરી જાય એવું એક પત્ર આપ્યું, અને અન્ય ઈચ્છિત માગવા કહ્યું. વિનયંધર નમસ્કાર કરી બેભે, મારું દાસપણું દૂર કરે, અને મારું કુળ પ્રગટ કરે. તથાસ્તુ-એમ હા કહી યક્ષ અંતર્થન થયે, અને વિનયંધર ભાવપૂર્વક જીનપ્રભુની સ્તુતિ કરી પ્રભુમી પિતાના આત્માને કૃતાર્થ માને ઘેર આવ્યું. તે નગરના રાજા રનરથની ભાનુમતી નામની કન્યાને ઉગ્ર સર્ષે ડંસ કર્યો. રાજાએ વને વિષ ઉતારવા બેલાવ્યા, પણ ઉપાય સર્વે નિષ્ફળ જતાં સહુએ હાથ ખંખેર્યાં. આખર તે કન્યાને મૃત સમજ સ્મશાનમાં કરૂણા પૂર્ણ હૃદયે સહુ દહન કિયાને માટે લઈ આવ્યા. એવામાં પેલે વિનયંધર કે ગામથી આવતાં એ માર્ગ નીકળે, ત્યાં તેણે લેકના મુખથી રાજકન્યા સંબધી વૃત્તાંત સાંભળ્યું તુરત તેણે કહાગ્યું કે, તમારા રાજાને જઈ કહો કે, કઈ પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com