Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala
View full book text
________________
૩૮
ભાવાર્થ–નિર્વેદી પ્રભુ પાસે પવિત્ર અને રસવાળું નૈવેદ્ય સેનાના થાળમાં વિવિધ ભાતિનાં પકવા ભરી મૂકે.
ઢાળ,
(રાગ કાશે.) પુરૂષોત્તમ ગુણખાણી હ પારગ પુરૂષોત્તમ ગુણખાણ, એ ટેક. હવે નૈવેદ્ય રસાળ ઠવીજે, પ્રભુ આગળ ભવિ પ્રાણુ, મરકી અમૃતપાક પતાસાં, ફેણી સરસ સોહાણું હે ! પારગ પુરૂ. ૧ લાખણુસાઈ મગદળ સાટા ઘેબર થાળ ભરાણી, સેવ કંસારને સક્ક૨૫ારા પેંડા બરફી આણી | પારગ પુરૂ | ૨ | ખાજાં ખુરમાં ખીર ખાંડ વૃત, પાપડ પૂરી વખાણી, મોતિયા કલિસાર ને ડેઠાં એમ પકવાન્ન મિલાણી હે પારગ પુરૂ ૩ પ્રભુ પુર ઢોઈ કરો દુઃખ હાણી માગે જોડી પાણી, પતિતપાવન જન મુજને દીજે અણુહારી શિવ રાણી હે પારગ પુરૂ. ૪
ભાવાર્થ પારગ-મુક્તિએ ગયેલા પુરૂષોત્તમ ગુણેની ખા. પણ છે, તે પ્રભુ આગળ હે ભવિ! હવે રસાળ નૈવેદ્ય મૂકજે. મરકી, અમૃતપાક, પતાસાં, રસવાલી સુંદર ફેણ, લાખણુસાઈ, મગદળ, સાટા, ઘેબર થાળ ભરી, સેવ, કંસાર, સક્કરપારા, પેડા, બરફી આણને, ખાજા પૂરમા, ખીર, ખાંડ, ઘી, અને વખાણવા લાયક પાપડ, પૂરી, મેલૈયા, કળસાર, ડેઠાં, એમ પકવા મેળવીને પ્રભુની સામે ધરી દુઃખની હાની નાશ કરે-હાથ જોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68