Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 52
________________ ૪૧ ચડ્યા, અને નગરીના પ્રવેશ માર્ગની અંદર નિયમ ગ્રહણ કરી ધ્યાનસ્થ થઈને ઉભા. એ દઢ નિયમવાળા મુનિ પિતાના નિયમથી ચલાયમાન થતા નહિ. એવાને અપશુકનની બુદ્ધિએ નગરના નિર્દય લેક પેસતાં અને નીકળતાં મુનિના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગ્યા, પાપી અને પામર માણસોએ એ પ્રમાણે ઘર ઉપસર્ગ કર્યા છતાં, તે મહાત્મા મંદરગિરિની જેમ ધ્યાનથી ચલિત થયા નહિ, આવે ઘર ઉપસર્ગ કરતા જોઈ, નગરવાસી દેવ ત્યાંના લેકે ઉપર કેપાયમાન થયે, તેવામાં તેવા ઘર ઉપસર્ગને સહન કરનારા મુનિને કેવળ જ્ઞાન ઉપર્યું, અને તત્કાળ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પણ થયું. તે મુનિ શાસ્વત એવા પરમ પદને પામ્યા. પેલા કોપાયમાન દેવતાએ નગરના લેકેને એવા ઉપસર્ગ કર્યા કે, આખું નગર જનસંચાર વગરનું ઉજજડ બની ગયું. પછી રાજાએ તેની વિધિપૂર્વક આરાધના કરી, એટલે તે દેવ સંતુષ્ટ થયે, અને રાજાને કહ્યું, અહીંથી દૂર બીજે સ્થળે નગર વસાવે, તે તમને ક્ષેમકુશળ થશે, એથી સૂરરાજાએ બીજે સ્થળે નગરી વસાવી. તેમાં સર્વનું ક્ષેમ થવાથી તે ક્ષેમપુરી એવા નામથી વિખ્યાત થઈ, તેજ આ નગરી સમજવી. પેલે પ્રથમના નગરવાળે દેવ શૂન્ય અરણ્યમાં આવેલા રૂષભદેવ પ્રભુના મંદિરમાં કઈ દુષ્ટને પ્રવેશ થવા દેતે નહિ. તે જીનભુવનની પાસે કેઈએક દરિદ્રનાં દુસહ દુઃખથી પરિતાપ પામેલા યુવાન કણબીનું ખેતર હતું; તેથી તે પ્રતિદીવસ ત્યાં હળ ખેડતું હતું, અને ક્ષેમપુરમાંથી તેની સ્ત્રી તેના ઘરેથી તેને માટે ભાત લાવતી હતી. તે દી અને તેલ વિનાનું અરસવિરસ ભેજન કરતે હતે. એક દીવસે કઈ ચારણમુનિ આકાશ માગે તે મંદિરનાં દર્શન કરવા માટે આવ્યા. શ્રી રૂષભપ્રભુની સ્તુતિ કરી મંદિરની બહાર એક જગ્યાએ બેઠા, તેમને જોઈ એ ખેડુતને ઘણે હર્ષ થયે, તેથી નેત્રમાં આનંદાશ્રુ ભરાઈ આવ્યાં, અને શરીર, ભક્તિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68