Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 50
________________ માગો કે, હે પતિતપાવન જન પ્રભુ ! મને અણહારી, જેમાં આહારની જરૂર નથી રહી, એવી શિવરાણી-મુક્તિ આપજે. દેહા. અણહારી પદ મેં કર્યો, વિગ્ગહ ગઈ અણુતા દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત / ૧ ભાવાર્થ-વિગ્રહ ગતિમાં અણહારી પદ મેં ઘણુએ કર્યો છે, પણ મેક્ષના સ્વામી તે દૂર કરી આ બીજું અણહારી પદ દેજે. વિવેચન-જીવ જ્યારે ચવે છે ત્યારે સિદ્ધિ લીટીએ જાય છે, અને ત્યાંથી પછી જ્યાં અવતરવું હોય ત્યાં જાય છે, તેથી તે બે વચ્ચેના અંતરે પહોંચતાં જે સમય લાગે તેટલો સમય નિરાહારી રહે છે એવી છે. ત્રણ, ચાર સમયની વક્રગતિમાં તો અણુહારી પદે મેં ઘણું કર્યા છે, પણ તેથી ભિન્ન સર્વ કાળ અણુહારી એવું મુકિતનું પદ હે મેંદ્ર પ્રભુ ! તમે મને આપે, એ ભાવના ભાવવાની છે. તેમજ ઉત્તમ પદાર્થ પકવાનો ધરીએ, એવા સુંદર પદાર્થો મને મળે એમ નહિ પણ તેવા પદાર્થો પ્રત્યેથી અનંત કાળથી ચાલી આવેલી આસક્તિ ઉઠી જઈ, મને અણુહારી પદ મળે, એ નૈવેદ્ય ધરવાને હેતુ છે. અર્થાત હે પ્રભુ! આપને તેનું ઉત્તમ નૈવેદ્ય ધર્યા છતાં તેને નહિ વેદવાવાળા-નિર્વેદી આહારાદિ વિષે રહિત છે, તેમ હું પણ બનું એ ભાવ છે. નૈવેદ્ય નહાઈ ધોઈને પવિત્ર એવુ ધરાવવું. કેટલાક કોઇને ત્યાંથી એઠું-અપવિત્ર, સંસ્કારપુરઃસર શુદ્ધ રીતીએ નહિ તૈયાર થયેલું એવું, લાડવા વગેરે લાવી ધરાવે છે તે ઉચિત નથી. | ગીત. ( વૃદાવનમાં એકજ ગેપી. ) હાટક થાળ ભરી પકવાને, શાળ દાળ શાક પાકરે છે અનુભવ રસ સંચિત ભવિ લહીએ, અમૃત પદ વિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68