Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 60
________________ ૪૯ પૂજા કરશે, તેને શિવરમણ-મુક્તિ વરશે. ભવિજન નિર્મળ બુદ્ધિથી સાત પ્રકારી શુદ્ધિથી કરયુગલની જેમ, તેમજ દુર્ગતા સ્ત્રીએ જેમ ફળથી જય કરનારા જનદેવ પૂજ્યા, તે અચળ સુખ લીધું, અને કર્મને અંત આણે. વિવેચન-સ્પષ્ટ છે-ફળો એઠાં. જનાવરે કચેલાં, હાઈ ગયેલાં કે વાસી ન લેવાં જોઇએ, તાજાં ફળ ઉપયોગમાં લેવાં જોઇએ. કથા-કંચનપુરી નામની નગરીમાં બહાર અરનાથ પ્રભુના જીન મંદિરના દ્વારની આગળ એક આમ્રવૃક્ષ ઉપર નીલકમળના પત્ર જેવું, અને ભદ્રિક એક શુક પક્ષિનું જોડું રહેતું હતું. અન્યદાતે જીનાં મંદિરમાં મહત્સવ ચાલતું હતું, તે પ્રસંગે નગરને રાજા નરસુંદર નગર જનેની સાથે આવી, ભક્તિથી સુંદર ફળવડે તેણે પ્રભુની પૂજા કરી. રાજાની સાથે નગરમાં રહેનારી કેઈ એક દરિદ્ધિ સ્ત્રી પણ ત્યાં આવી હતી, જે પ્રભુની પૂજા માટે એક પણ ફળ લેવાને સમર્થ હતી નહિ, તે અત્યંત દુઃખી બની ચિંતવવા લાગી કે, અહા ! પ્રતિદિવસ પ્રભુની ફળથી પૂજા કરનારને ધન્ય છે. હું અભાગણી એક પણ ઉત્તમ ફળ અર્પણ કરવા સમર્થ નથી. એવામાં તે મંદિર પાસેના આમ્રવૃક્ષ ઉપર રહેલું વૃક્ષના ફળને ભક્ષણ કરતું પેલું શક પક્ષનું જોડું તેની દૃષ્ટિએ પડયું, એટલે તે સ્ત્રીએ એ શુક પક્ષિને કહ્યું, રે ભદ્ર! તું એક આમ્રફળ મારા માટે નાખ. શુકે કહ્યું તે તેને શું કરીશ? તે સ્ત્રી બેલી હું તે પ્રભુને અર્પણ કરીશ. તે પક્ષીએ પૂછી જોયું, જીનેશ્વરને ફળ અર્પણ કરવાથી શું ફળ થાય, તે કહેતે હું તને એક આમ્રફળ આપે. આથી તે સ્ત્રીએ તેના ફળને કહી સંભ 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68